ગુજરાત યુનિવર્સિટી ના Bsc નર્સિંગ ડિપાર્ટમેન્ટ મા વિધાર્થીઓની ઉત્તરવહીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમા ૨૮ જેટલી ઉત્તરવહીઓ ગાયબ થઈ છે. વિધાર્થી ઓને પાસ કરાવવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ ઘટના ગુજરાત યુનિવર્સિટી માટે કલંક સમાન છે.
વિધાર્થી પરિષદે દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીને આવેદનપત્ર સોંપવામા આવ્યું છે. જેમાં વિદ્યાર્થી પરિષદે આ તમામ કૌભાંડ પાછળ જે પણ કોઈ દોષિત હોય તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગ કરાઇ છે.ઉપરાંતમાં નિષ્પક્ષ તપાસને આધારે સમગ્ર કૌભાંડને ખુલ્લો પાડવામાં આવે સાથે જ ગુજરાત યુનિવર્સિટીમાં ભવિષ્યના સમયમાં આ પ્રકારની ગતિવિધિઓ ન થાય તે માટે ઉદાહરણ રૂપ બેસે તે માટે યુનિવર્સિટી દ્વારા કડકમાં કડક પગલાં લેવાય અને તંત્રમાં જરૂર પ્રમાણેના સુધારા તાત્કાલિક ધોરણે થાય તેવી માંગ કરાઇ છે.
કર્ણાવતી મહાનગર મંત્રીશ્રી ઉમંગ મોજીદ્રા જણાવે છે કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે સામે આવેલ ઉત્તરવહી કૌભાંડ શરમજનક છે. તપાસ ના અંતે જે પણ કોઈ દોષિતો સામે આવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે.નિષ્પક્ષ તપાસના અંતે યુનિવર્સિટી દ્વારા તંત્રમા રહેલી ત્રુટીઓ પર ધ્યાન ધરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ન બને તે માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કાળજી લેવાય તે જરૂરી છે.