click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
Gujarat

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવાના 130થી વધુ કારીગરો અને 90 તજ્જ્ઞો-વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આમંત્રણ કિટ બની ભારતીય હસ્તકળાનું જીવંત દર્પણ

Last updated: 2026/08/10 at 4:45 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા પરંપરાગત ‘એટ હોમ’ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ આમંત્રણ કિટમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાની સમૃદ્ધ હસ્તકળા, સ્થાનિક પરંપરા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંગમ જોવા મળે છે.

Contents
130થી વધુ કારીગરો સહિત 220થી વધુ લોકો જોડાયાછત્તીસગઢની ઢોકરા અને લોહ-શિલ્પ કળાની ઝલકગોવાની અઝુલેજો ટાઇલમાં ખાઝાન જમીન અને જળપર્યાવરણમધ્યપ્રદેશની ભીલ કળા અને બાગ પ્રિન્ટનો સમાવેશમહારાષ્ટ્રની વારલી કળામાં ખામ નદી પુનઃસ્થાપનમહેશ્વર શૈલીના હાથવણાટથી તૈયાર વિશેષ સ્ટોલકારીગરોએ પોતાના વિસ્તારોમાં જ તૈયાર કરી કલાકૃતિઓઆશરે 650 વિશેષ આમંત્રણ કિટ તૈયાર

NID-અમદાવાદ માટે આ ઉપલબ્ધિ વિશેષ છે, કારણ કે સતત ચોથી વખત રાષ્ટ્રપતિ ભવન દ્વારા ‘એટ હોમ’ કાર્યક્રમની ઔપચારિક આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી સંસ્થાને સોંપવામાં આવી છે.

130થી વધુ કારીગરો સહિત 220થી વધુ લોકો જોડાયા

NID-અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં સતત ચોથી વખત આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટની જવાબદારી NID-અમદાવાદને મળી છે, જે સંસ્થા ઉપરાંત ગુજરાત માટે પણ ગૌરવની બાબત છે.

આ પ્રોજેક્ટ માટે છેલ્લા લગભગ ચાર મહિનાથી NID-અમદાવાદની ટીમે છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કરી સ્થાનિક કલાકારો અને કારીગર સમુદાયો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનની ટીમ સાથે સતત ચર્ચા, સંકલન અને ડિઝાઇનના અનેક તબક્કા બાદ આમંત્રણ કિટનું અંતિમ સ્વરૂપ તૈયાર થયું છે.

આ સમગ્ર પ્રક્રિયામાં 130થી વધુ કારીગરો ઉપરાંત NIDના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, ટેકનિકલ નિષ્ણાતો અને અન્ય સભ્યોને મળીને કુલ 220થી વધુ લોકો જોડાયા હતા.

છત્તીસગઢની ઢોકરા અને લોહ-શિલ્પ કળાની ઝલક

આમંત્રણ કિટમાં છત્તીસગઢની પ્રસિદ્ધ ઢોકરા કળા દ્વારા દેવકોટ જેવા પવિત્ર વનવિસ્તારોના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો છે.

તે ઉપરાંત બસ્તરની પરંપરાગત લોહ-શિલ્પ કળામાંથી ખાસ ડિસ્પ્લે ફ્રેમ અને ઘંટ તૈયાર કરવામાં આવ્યા છે. આ કૃતિઓ બસ્તર પ્રદેશની હસ્તકળા પરંપરા અને સ્થાનિક કારીગરોની સર્જનાત્મકતાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરે છે.

ગોવાની અઝુલેજો ટાઇલમાં ખાઝાન જમીન અને જળપર્યાવરણ

ગોવાના કલાકારોએ હાથેથી ચિતરેલી અઝુલેજો ટાઇલ દ્વારા રાજ્યની ખાઝાન જમીન અને દરિયાકાંઠાના જળપર્યાવરણને રજૂ કર્યું છે. પરંપરાગત કલાશૈલી અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને એકસાથે રજૂ કરતી આ રચના આમંત્રણ કિટનું વિશેષ આકર્ષણ છે.

મધ્યપ્રદેશની ભીલ કળા અને બાગ પ્રિન્ટનો સમાવેશ

મધ્યપ્રદેશની જાણીતી ભીલ કળા દ્વારા સ્થાનિક બીજોના સંરક્ષણ અને પરંપરાગત જ્ઞાનની ઝલક રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત ધાર જિલ્લાની જાણીતી બાગ પ્રિન્ટ કાપડ કળાનો ઉપયોગ કરીને આમંત્રણ માટે વિશેષ ફેબ્રિક એન્વેલપ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન મધ્યપ્રદેશની પરંપરાગત કાપડ કળાને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરે છે.

મહારાષ્ટ્રની વારલી કળામાં ખામ નદી પુનઃસ્થાપન

મહારાષ્ટ્રની જાણીતી વારલી ચિત્રકળા દ્વારા છત્રપતિ સંભાજીનગરના ખામ નદી પુનઃસ્થાપન પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યો છે.

તે ઉપરાંત આમંત્રણ કિટના બહારના કવર માટે કોંકણ પ્રદેશની કાવી કળામાંથી પ્રેરિત ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ કળા દ્વારા પ્રાદેશિક ઓળખ અને પરંપરાગત અભિવ્યક્તિને આધુનિક ડિઝાઇન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મહેશ્વર શૈલીના હાથવણાટથી તૈયાર વિશેષ સ્ટોલ

આમંત્રણ કિટમાં મહેશ્વર શૈલીમાં હાથવણાટથી તૈયાર કરાયેલો વિશેષ સ્ટોલ પણ સામેલ છે. તેમાં ચારેય રાજ્યોની વણાટ પરંપરાના પ્રાદેશિક મહત્ત્વ અને વૈવિધ્યને એકસાથે રજૂ કરવામાં આવ્યું છે.

કારીગરોએ પોતાના વિસ્તારોમાં જ તૈયાર કરી કલાકૃતિઓ

ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે કિટમાં સમાવાયેલી તમામ હસ્તકળા સ્થાનિક કારીગરોએ પોતાના જ વિસ્તારોમાં અને મોટાભાગે પોતાના ઘરોમાં તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ કલાકૃતિઓને NID-અમદાવાદ ખાતે લાવી સંકલિત કરીને આમંત્રણ કિટનું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે ખાસ કરીને બસ્તર સહિતના વિસ્તારોના કારીગરોને રાષ્ટ્રીય સ્તરના આવા પ્રોજેક્ટ સાથે જોડવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને પરંપરાગત કળાઓને વધુ વ્યાપક ઓળખ મળશે.

આશરે 650 વિશેષ આમંત્રણ કિટ તૈયાર

NID-અમદાવાદ ખાતે તમામ હસ્તકળા અને ડિઝાઇન તત્વોને એકત્રિત કરીને આશરે 650 વિશેષ આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.

આ કિટ માત્ર રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ કાર્યક્રમ માટેનું આમંત્રણ નથી, પરંતુ ભારતની પ્રાચીન હસ્તકળા, પર્યાવરણ સંરક્ષણ, સ્થાનિક કારીગરોની કુશળતા અને પ્રાદેશિક વૈવિધ્યને એકસાથે રજૂ કરતી યાદગીરી પણ બની છે.

80મા સ્વતંત્રતા દિવસના અવસરે તૈયાર કરાયેલી આ કિટ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ડિઝાઇન અને હસ્તકળાના માધ્યમથી જીવંત બનાવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ

વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી

વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો

સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ

વિશ્વ સિંહ દિવસ 2026 : ‘ગીરની અમૂલ્ય ધરોહર, આપણી જવાબદારી’, એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સાંસદ પરિમલ નથવાણીની વિશેષ અપીલ

TAGGED: 130 Artisans, 130 કારીગરો, 220 Contributors, 220 યોગદાનકર્તાઓ, 650 Invitation Kits, 650 આમંત્રણ કિટ્સ, 80th Independence Day, 80મો સ્વતંત્રતા દિવસ, ahmedabad news, At Home Invitation Kit, Bagh Print, Bastar Lauh Shilp, Chhattisgarh Dhokra Art, Ek Bharat Shreshtha Bharat, Goa Azulejo Tile, Gujarat news, Independence Day, Independence Day Invitation Kit, Indian Artisans, Indian Craft Heritage, Indian Handicrafts, Kavi Art, Madhya Pradesh Bhil Art, Maharashtra Warli Art, Maheshwar Weaving, National Institute of Design Ahmedabad, NID Ahmedabad, NID Ahmedabad News, NID અમદાવાદ, NID અમદાવાદ સમાચાર, President House Event, Rashtrapati Bhavan At Home, Rashtrapati Bhavan Invitation, Traditional Indian Art, અમદાવાદ સમાચાર, આમંત્રણ કિટ, એક ભારત શ્રેષ્ઠ ભારત, એટ હોમ કાર્યક્રમ, કવિ આર્ટ, ગુજરાત સમાચાર, ગોખલા પ્રદેશ, ઘરે આમંત્રણ કીટ, છત્તીસગઢ ધોકરા પ્રદેશ, ઢોકરા કળા, તિજોરી આર્ટ. ભીલ આર્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, પરંપરાગત ભારતીય કલા, પ્રેસિડેન્ટ હાઉસ ઇવેન્ટ, બાગ પ્રિન્ટ, બાલસત્તાર, ભારતીય કારીગરો, ભારતીય હસ્તકલા, ભારતીય હસ્તકલા હેરિટેજ, ભારતીય હસ્તકળા, ભીલ કળા, મહારાષ્ટ્ર વારલી આર્ટ, મહેશ્વર વણાટ, રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ ભવન આમંત્રણ, રાષ્ટ્રપતિ ભવન ઘરે, લૌકિક શિલ્પ, વારલી કળા, સ્વતંત્રતા દિવસ 2026, સ્વતંત્રતા દિવસ આમંત્રણ કીટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી
Next Article JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ
Gujarat ઓગસ્ટ 10, 2026
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
Gujarat ઓગસ્ટ 10, 2026
વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી
Gujarat Porbandar ઓગસ્ટ 10, 2026
વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો
Dahod Gujarat ઓગસ્ટ 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?