Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

ગાઝામાં ઇઝરાયેલી એરસ્ટ્રાઈક : ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીએ હમાસ ઇન્ટેલિજન્સ ઓપરેશન હેડ ઇયાદ અલ-શામ્બારીને ઠાર કર્યો

ગાઝામાં ઇઝરાયેલી એરસ્ટ્રાઈક : ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીએ હમાસ ઇન્ટેલિજન્સ ઓપરેશન હેડ ઇયાદ અલ-શામ્બારીને ઠાર કર્યો

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે Israel Defense Forces (IDF)એ મોટી કાર્યવાહી કરતા હમાસ ના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગના ઑપરેશન હેડ ઇયાદ અહેમદ અબ્દ અલ-રહેમાન શામ્બારીને ઠાર કર્યો હોવાનું જણાવ્યું છે.

ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, ઇયાદ અલ-શામ્બારી 7 ઑક્ટોબર 2023ના ઇઝરાયેલ પર થયેલા ઘાતકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. આ હુમલા બાદ જ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.

ડ્રોન હુમલામાં મોત:

તાજેતરના અહેવાલો મુજબ ગાઝા શહેરના પશ્ચિમ અલ-રિમાલ વિસ્તારમાં ઇઝરાયેલી ડ્રોન દ્વારા એક કારને નિશાન બનાવી બે મિસાઇલ ફાયર કરવામાં આવી હતી.

આ હુમલામાં ઇયાદ અલ-શામ્બારી અને તેના પુત્ર સલાહ સહિત કુલ ચાર લોકોના મોત થયા છે, જ્યારે છ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ જણાવ્યું છે.

અન્ય કમાન્ડરો પણ નિશાને:

ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેમણે 7 ઑક્ટોબરના હુમલામાં સંડોવાયેલા અન્ય કમાન્ડરોને પણ નિશાન બનાવ્યા છે.

તેમાં હાઝેમ રામી અલી આઈદી, ઇબ્રાહિમ મન્સૂર અને માહેર તંતવી જેવા નામોનો સમાવેશ થાય છે, જેમણે યુદ્ધ દરમિયાન અનેક હુમલાઓનું આયોજન કર્યું હતું.

ઇઝરાયેલી સૈન્યનું નિવેદન:

IDFએ જણાવ્યું છે કે તેઓ માત્ર એવા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે, જે ભવિષ્યમાં હુમલાઓનું આયોજન કરી રહ્યા છે અથવા તો ભૂતકાળમાં ઇઝરાયેલી નાગરિકો પર થયેલા હુમલામાં સામેલ રહ્યા છે.

આ કાર્યવાહીથી હમાસ ને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેની કમાન્ડ સ્ટ્રક્ચર પર સીધી અસર પડી છે.

યુદ્ધની પૃષ્ઠભૂમિ:

7 ઑક્ટોબર 2023ના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં વ્યાપક ગ્રાઉન્ડ અને એર ઑપરેશન્સ શરૂ કર્યા હતા. આ અભિયાન દરમિયાન હજારો આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

મધ્યપૂર્વમાં આ સંઘર્ષ હજુ પણ ચાલુ છે અને સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.