ઈસરો (ISRO) અને દેશ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ચંદ્ર મિશન માટે કાઉન્ટડાઉનની ગણતરી કરનાર અવાજ હવે શાંત થઇ ગયો છે. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન વખતે આપણે બધાએ વૈજ્ઞાનિક વલારમથી મેડમનો અવાજ સંભાળ્યો હતો જેમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
ઈસરોના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યો શોક
કેટલીક મોટી હસ્તીઓ, રાજકારણીઓ, અભિનેતાઓ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના અવાજો જીવનભર આપણા મગજમાં છપાય જતો હોય છે. આવો જ એક અવાજ કે જે આજે મૌન થઇ ગયો છે. ચંદ્રયાન-3 મિશન લોન્ચ વખતે પોતાના અનોખા અવાજમાં ઘોષણા કરનાર વલારમથીનું ગઈકાલે સાંજે નિધન થયું છે. તેમના નિધનથી ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
કોણ હતા આ વૈજ્ઞાનિક ?
તમિલનાડુના અરિયાલુરના રહેવાસી વલારમથીનું ગઈકાલે સાંજે નિધન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંદ્રયાન 3 કે જે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર લેન્ડ થયું અને 14 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ થયું હતું. આ લોન્ચ વખતે કાઉન્ટડાઉન કરનાર આ વૈજ્ઞાનીકે દુનિયામાંથી વિદાય લીધી છે.