Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

ગાંધીનગરમાં ITની કાર્યવાહી, નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 સ્થળોએ દરોડા

ગાંધીનગરમાં ITની કાર્યવાહી, નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 સ્થળોએ દરોડા

ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની અચાનક ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણીમાં ખૂબ ઓછા મત મેળવનારા આ પક્ષો હવે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી ગયા છે. આ વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે ‘ભારતીય નેશનલ જનતા દળ’ (BNJD), જેની આવક રૂ. 957 કરોડ દર્શાવવામાં આવી છે – અને તે દેશના સૌથી વધુ કમાણી કરનારા “રજિસ્ટર્ડ અમાન્ય” પક્ષોમાં પ્રથમ ક્રમે છે.

ADR (Association for Democratic Reforms) દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ, 2019-20 થી 2023-24 દરમિયાન માત્ર ગુજરાતના આવા પાંચ રાજકીય પક્ષોની કુલ આવક રૂ. 2,316 કરોડ રહી છે. એટલે કે, દરેક વર્ષ સરેરાશ રૂ. 1,158 કરોડની કમાણી નોંધાઈ છે. આ પાંચેય પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં મળીને 17 ઉમેદવારો ઊભા કર્યા, પરંતુ તેમને કુલ મળીને ફક્ત 22 હજાર મત જ મળ્યા હતા. એથી સ્પષ્ટ થાય છે કે રાજકીય રીતે અસક્રિય છતાં આ પક્ષોની આવક અસાધારણ રીતે ઊંચી છે, જેના સ્ત્રોતો પર હવે તપાસ શરૂ થઈ છે.

આ વિવાદના કેન્દ્રમાં આવેલા BNJDના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને 12 નવેમ્બર, બુધવારે વહેલી સવારે ઇન્કમ ટેક્સની ટીમે દરોડો પાડ્યો હતો. માહિતી મુજબ, ITની પાંચ વાહનોની ટીમે સવારે 6 વાગ્યે દરોડા શરૂ કર્યા. ગજેરાના નિવાસ ઉપરાંત, સેક્ટર-11 ખાતે મેઘ મલ્હાર કોમ્પ્લેક્સમાં આવેલી તેમની ઓફિસ અને તેમના ડ્રાઇવરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, IT અધિકારીઓએ દસ્તાવેજો, મિલકતનાં કાગળો, બેંક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતના પુરાવાઓ જપ્ત કર્યા છે. અધિકારીઓ હાલ ગજેરા અને BNJD સાથે સંકળાયેલા ફંડના સ્ત્રોત અને આવકના વાસ્તવિક સ્ત્રોતોની તપાસ કરી રહ્યા છે. શરૂઆતની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક દાતાઓના નામ અને ટ્રાન્ઝેક્શન વિગતો શંકાસ્પદ છે, જેના આધારે વિભાગે વધુ પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે.

સંજય ગજેરા અને તેમના પક્ષ પર આવકના અઘોષિત સ્ત્રોતો તથા સંભવિત નાણાં ધોવન (money laundering)ના આરોપોની પણ તપાસ ચાલી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગે BNJD તેમજ અન્ય ચાર “રજિસ્ટર્ડ અમાન્ય” પક્ષોની નાણાકીય પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ શરૂ કરી છે, કારણ કે આ બધા પક્ષોની આવક અને મતપ્રાપ્તીમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

હાલમાં ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની ગઈ છે, અને રાજકીય વર્ગોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે નિષ્ક્રિય પક્ષો પાસે આટલી મોટી રકમ કેવી રીતે પહોંચી? IT વિભાગ આગામી દિવસોમાં આ કેસ અંગે વધુ વિગતો જાહેર કરી શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gandhinagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.