ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ એક આરોપમાં દાવો કર્યો છે કે કંપનીને ખેડૂતોનો વિરોધ કરી રહેલા અને સરકારની ટીકા કરનારા એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે ભારત તરફથી ઘણી રિકવેસ્ટ મળી હતી. જ્યારે ડોર્સીના આ આરોપ પર સરકારે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. કોંગ્રેસની વિંગ – યુથ કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા – એ તેમના દાવાની ક્લિપ ટ્વિટર પર શેર કર્યો છે.
This is an outright lie by @jack – perhaps an attempt to brush out that very dubious period of twitters history
Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 13, 2023
રિપોર્ટ અનુસાર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને વિદેશી સરકારોના કોઈ દબાણનો સામનો કરવો પડ્યો છે, તો ડોર્સીએ જવાબ આપ્યો કે ભારત એક એવો દેશ છે જેને ખેડૂતોના વિરોધને લઈને ઘણી રિકવેસ્ટ મળી છે, ખાસ કરીને તે પત્રકારો માટે જે સરકાર વિરુદ્ધ બોલે છે.
જો કે ડોર્સી અને તેની ટીમ ભારતીય કાયદાનું વારંવાર અને સતત ઉલ્લંઘન કરતી રહી છે. હકીકતમાં તેઓ 2020 થી 2022 દરમિયાન વારંવાર કાયદાનું પાલન કરતા ન હતા અને તે માત્ર જૂન 2022 હતો જ્યારે તેઓએ આખરે પાલન કર્યું.
ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન કંપનીને સરકાર તરફથી ખેડૂતોનો વિરોધ કરતા અને સરકારની ટીકા કરતા એકાઉન્ટ બ્લોક કરવા માટે ઘણી વિનંતીઓ મળી હતી. ડોર્સીએ દાવો કર્યો છે કે જો તેઓ આમ નહીં કરે તો તેમને તેમની ઓફિસ બંધ કરવાની અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ગયા વર્ષે ટ્વિટરના બોર્ડમાંથી રાજીનામું આપનાર ડોર્સીને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને વિદેશી સરકારોના દબાણનો સામનો કરવો પડ્યો હતો. હામાં જવાબ આપતાં તેમણે ભારતનું નામ લીધું અને ખેડૂત આંદોલનની યાદ અપાવી. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન તેમને આવી ઘણી વિનંતીઓ મળી હતી જેમાં સરકારની ટીકા કરનારા કેટલાક પત્રકારોના એકાઉન્ટ બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ભારતમાં ટ્વિટર ઓફિસ બંધ કરવાની અને કર્મચારીઓ પર દરોડા પાડવાની ધમકીઓ આપવામાં આવી હતી.
ડોર્સીના દાવાને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તેમના ટ્વિટર હેન્ડલથી ડોર્સીની તે મુલાકાતની ક્લિપ શેર કરી છે. વીડિયો શેર કરતી વખતે શ્રીનિવાસે લખ્યું છે ‘મધર ઓફ ડેમોક્રેસી – અનફિલ્ટર્ડ’. આ સાથે જ એનએસયુઆઈના નીરજ કુંદને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે લોકશાહીની હત્યા છે અને કહ્યું કે તે વારંવાર સાબિત થઈ રહ્યું છે.