અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. ભૂલકાઓ નંદબાવા, સુદામા, ગોવાળો, રાધા તથા બલરામ બનીને આવ્યા હતા. જન્માષ્ટમી નિમિતે વિવિધ કેન્દ્રો માં રંગપૂરણી સ્પર્ધા અને મટકી શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને નાટ્યકરણ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની સમજ આપવામાં આવી હતી. રાધા અને કૃષ્ણના વેશભૂષામાં બાળકોએ કૃષ્ણ ભજન ગાઈ હર્ષોલ્લાસ થી જન્માષ્ટમી ની આગવી ઉજવણી કરી હતી.