એચડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ એનડીએમાં જોડાઇ ગઇ છે. આ સંદર્ભમાં છેલ્લા કેટલાક દિવસથી બેઠકો ચાલી રહી હતી. આજે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે જેડીએસ આ વખતે આગામી ચૂંટણીમાં એનડીએનો સાથ આપવાની છે.
ભાજપ માટે આ સારા સમાચાર છે. જેડીએસ કર્ણાટકમાં મજબૂત પાર્ટી છે. દક્ષિણ કર્ણાટકમાં તેની સ્થિતિ મજબૂત છે. વોકલિંગા સમુદાયમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને કારણે પાર્ટીની લોકપ્રિયતા સારી છે.
આ સ્થિતિમાં જેડીએસ ભાજપની સાથે છે ત્યારે ભાજપને ફાયદો થવાની સ્થિતિમાં છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો.
જે પી નડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે અમિત શાહ જી મને એ બતાવતા આનંદ થઇ રહ્યો છે કે જેડીએસએ એનડીએમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. અમે તેમનું ખુલ્લા મનથી સ્વાગત કરીએ છીએ.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકરના સ્વપ્ન જોઇ રહેલ જેડીએસને ફક્ત ૧૯ બેઠકો મળી હતી. તેનો વોટ શેર પણ ઘટીને ૧૩ ટકા રહ્યો હતો. બીજી તરફ ૧૩૫ બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી હતી. ભાજપને ૬૬ બેઠકો મળી હતી.