Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ

જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ

અમદાવાદમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના ગંભીર આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બજરંગ દળ અને પીડિત મહિલાના દાવા મુજબ, કડીના રહેવાસી કરીમ સિપાહીએ પોતાનું નામ અને ઓળખ છુપાવી ‘આદિત્ય પટેલ’ તરીકે જીવનસાથી એપ પર પ્રોફાઇલ બનાવી હતી અને 20થી વધુ હિન્દુ યુવતીઓનો સંપર્ક સાધ્યો હતો. સમગ્ર મામલે મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ટ્રુ કોલરથી ઊભી થઈ શંકા, પછી ખુલ્યું સમગ્ર કથિત ષડયંત્ર

માહિતી અનુસાર, એક પીડિત મહિલાએ જીવનસાથી એપ પર ‘આદિત્ય પટેલ’ નામના વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી હતી. યુવકે પોતે ઉદ્યોગપતિ હોવાનું અને પોલિસ્ટર સંબંધિત વ્યવસાય ચલાવતો હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં મહિલાએ સંબંધ આગળ વધારવામાં રસ ન દર્શાવ્યો હોવા છતાં યુવકે વારંવાર સંપર્ક કર્યો હતો.

બાદમાં જ્યારે મહિલાએ ફોન નંબર ટ્રુ કોલર પર ચેક કર્યો ત્યારે તેમાં ‘કરીમ’ નામ દેખાતા તેને શંકા ગઈ હતી. યુવકે આપેલા સરનામા અને ઓળખ અંગે તપાસ કરતાં તે નામનો કોઈ વ્યક્તિ ત્યાં રહેતો ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસમાં કથિત રીતે ‘આદિત્ય પટેલ’ તરીકે ઓળખ આપતો વ્યક્તિ હકીકતમાં કડીનો કરીમ સિપાહી હોવાનું બહાર આવ્યું હતું.

20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ અને 8000થી વધુ ફોટો-વીડિયો મળ્યાનો દાવો

બજરંગ દળના સહસંયોજક જવલિત મહેતાના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી મોટી સંખ્યામાં મહિલાઓની પ્રોફાઇલ મળી આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે ફોનમાં 20થી વધુ મહિલાઓ સાથે જોડાયેલી માહિતી તેમજ 8000થી વધુ ફોટો અને વીડિયો મળી આવ્યા છે.

બજરંગ દળે આરોપ લગાવ્યો છે કે આરોપી વિધવા અને ડિવોર્સી મહિલાઓને ખાસ ટાર્ગેટ કરતો હતો. તે વિવિધ ફેક પ્રોફાઇલ બનાવીને પોતાને ઉદ્યોગપતિ અને હિન્દુ સમાજના સભ્ય તરીકે રજૂ કરતો હતો. મહિલાઓ સાથે નજીકના સંબંધો બાંધ્યા બાદ તેમને બ્લેકમેલ કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

ખોટા દસ્તાવેજો રજૂ કર્યાનો આરોપ

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાને હિન્દુ હોવાનું સાબિત કરવા માટે કથિત રીતે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને પત્નીના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો રજૂ કર્યા હતા. મહિલાનો આરોપ છે કે આ તમામ દસ્તાવેજો ખોટા હતા અને તેનો ઉપયોગ વિશ્વાસ જીતવા માટે કરવામાં આવ્યો હતો.

મહિલાએ વધુમાં જણાવ્યું કે આરોપીએ તેની પાસેથી ₹70,000ની માંગણી પણ કરી હતી. બંને વચ્ચે લગભગ પાંચથી છ મહિના સુધી સંપર્ક રહ્યો હતો. જોકે બાદમાં સત્ય સામે આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

મહિલા ક્રાઈમ બ્રાન્ચની તપાસ શરૂ

હાલ સમગ્ર મામલે મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ આરોપીની પ્રોફાઇલ છેલ્લા ચાર વર્ષથી સક્રિય હોવાનું સામે આવ્યું છે. તેના મોબાઈલમાં મળેલા ફોટા અને વીડિયો આધારે અન્ય સંભવિત પીડિત મહિલાઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તપાસમાં એ દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે કે આરોપીએ જે ‘આદિત્ય ચીમનભાઈ પટેલ’ નામનો ઉપયોગ કર્યો હતો તે નામના વાસ્તવિક ઉદ્યોગપતિ સાથે તેનો કોઈ સંબંધ હતો કે નહીં. પોલીસ આ સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ અંગે ફરી ઉઠ્યા સવાલ

આ ઘટનાએ ઓનલાઈન મેટ્રિમોનિયલ એપ્લિકેશન્સની વેરિફિકેશન પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બજરંગ દળે જીવનસાથી એપ પર વેરિફિકેશન પ્રક્રિયા વધુ કડક બનાવવા અને આવા કિસ્સાઓમાં જવાબદારી નક્કી કરવાની માંગણી કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.