જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદ ભવનમાં 1 પાકિસ્તાનની બરાબરની ઝાટકણી ī કરી હતી. યાના મીરે પોતાના ભાષણમાં કહ્યું કે તે મલાલા નથી કે ને તેણે પોતાના દેશમાંથી ભાગવું પડશે. ī તેણે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષિતતા અનુભવે છે. કાર્યક્રમનું આયોજન જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર ૧ યુકે (જેકેએસસી) દ્વારા કરવામાં આવ્યું હતું. સંકલ્પ દિવસ પ્રસંગ . નિમિત્તે બ્રિટિશ સંસદ ભવનમાં 1 કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ 1 સમારંભમાં યાનાને વિવિધતા રાજદૂત 1 એવોર્ડ પણ મળ્યો હતો.
યાના મીરે પોતાના ભાષણમાં કહ્યું 7 કે, હું મલાલા યુસુફઝઈ નથી. કેમ કે હું આઝાદ છું અને મારા દેશ ભારતમાં, મારા થર કાશ્મીરમાં, જે ભારતનો ū ભાગ છે, જ્યાં હું સુરક્ષિત છું. મારે ક્યારેય મારા દેશમાંથી ભાગવું નહીંપડે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કાર્યકર્તા અને નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યૂસુફઝઈને તાલિબાન દ્વારા કન્યાશિક્ષણ પર મૂકેલા પ્રતિબંધ બાદ સ્કૂલે ગયા બાદ તાલિબાન આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ત્યારથી મલાલાએ પાકિસ્તાન છોડી દીધું અને બાદમાં માનવાધિકારો અને કન્યાશિક્ષણનો ચહેરો બની ગઈ.
પોતાના ભાષણમાં યાના મીરે યુવાઓને હિંસા છોડાવવા અને રમતગમત અને શિક્ષણમાં તકો ઊભી કરવામાં મદદ કરવા બદલ ભારતીય સેનાના પ્રયાસોની પણ સરાહના કરી હતી. બ્રિટિશ સંસદ ભવનમાં સંકલ્પ દિવસ કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ને પુનઃ પ્રાપ્ત કરવાના ભારતના અધિકાર પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધારે ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં યુકે સંસદના સભ્યો, સ્થાનિક કોર્પોરેટર્સ, સામુદાયિક નેતાઓ હાજર રહ્યા હતા.