ભારતમાં 5 આવતીકાલથી વર્લ્ડ કપ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની કેટલીક મેચો ધર્મશાલામાં પણ રમાશે. આ વર્લ્ડ કપ મેચો પહેલા ધર્મશાલામાં ખાલિસ્તાન સમર્થકો સક્રિય થઇ ગયા છે. ખાલિસ્તાન સમર્થકોએ ધર્મશાલામાં એક સરકારી વિભાગની દિવાલ પર સ્પ્રે પેઇન્ટ(Slogan Of Khalistan Zindabad)થી ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ નારાઓ હટાવી દેવામાં આવ્યા હતા.
#WATCH | Himachal Pradesh: Khalistan graffiti seen outside government office in Dharamshala, Kangra district. The police took immediate action and painted the wall to remove the slogan. Dharamshala Police is investigating the matter.
(Visuals confirmed by SP Kangra) pic.twitter.com/5rodmRNRd7
— ANI (@ANI) October 4, 2023
પોલીસે સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ શરુ કર્યું
મળેલી માહિતી મુજબ જળ શક્તિ વિભાગની દિવાલ પર કેટલાંક તોફાની તત્વોએ કાળા રંગના સ્પ્રે પેઈન્ટથી ખાલિસ્તાન ઝિન્દાબાદના નારા લખ્યા હતા. આ અંગે એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. સૂચના મળતા તરત જ એસપી વીર બહાદુર અને એસપી હિતેશ લખનપાલ ધર્મશાલા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને અધિકારીઓની હાજરીમાં દિવાલ પર લખાયેલ સ્લોગન ભૂંસી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ શરુ કરી હતી. આ સાથે જ વિભાગોમાં લાગેલા સીસીટીવી કેમેરાનું પણ સ્કેનિંગ શરૂ કર્યું હતું.
વિધાનસભા સંકુલની દિવાલ પર લખ્યા હતા સૂત્રો
કેટલાક તોફાની તત્વોએ આ પહેલા પણ તપોવન સ્થિત વિધાનસભા સંકુલની દિવાલ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા અને ત્યાં ઝંડો પણ લગાવ્યો હતો. આ અગ્ને કાર્યવાહી કરતા પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. હવે વર્લ્ડ કપ પહેલા આ પ્રકારની હરકતોએ સુરક્ષા એજન્સી માટે ચિંતા ઉભી કરી છે.