દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે. જો દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓથી તમે દૂર રહો છો.
દહીંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
દહીમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન B12 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં હાજર પ્રોબાયોટીક્સ યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
દહીંનું રોજનું સેવન ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. વજન ઘટાડવામાં પણ દહીં ફાયદાકારક છે.
નાસ્તામાં કે બપોરના ભોજનમાં દહીંનું સેવન કરવું જોઈએ. દિવસના સમયે તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
દહીંમાં રહેલું પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે.