આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના ઓડ બજાર વિસ્તારમાં ગુરુ દત્તાત્રેય મંદિરની પાછળ એક પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજી નું મંદિર આવેલ છે. આ મંદિર ઉપર ગત મોડી રાતના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવેલ છે. મંદિરની દીવાલો ઉપર, બહાર પોઠીયાની મૂર્તિ ઉપર, મંદિરના ગુમ્બજ ઉપર અને મંદિરની અંદર દરેક જગ્યાએ મોટી સંખ્યામાં પથ્થરમારો કરીને મંદિરની મૂર્તિ તથા શિવલિંગ ખંડિત કરવાનું હિન્દુ વિરોધી ષડયંત્ર કરવામાં આવેલ છે.
ઉમરેઠમાં આવેલ સિદ્ધનાથ મહાદેવજી ના મંદિરમાં રાજનભાઈ શુક્લ નામના વ્યક્તિ છેલ્લા સાડા ત્રણ વર્ષથી સવાર સાંજ સેવા પૂજા કરવા આવે છે. દિનાંક ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ ની વહેલી સવારે રાજનભાઈ ઉપર ફોન આવ્યો કે સિદ્ધનાથ મહાદેવજી ના મંદિર ઉપર પથ્થરમારો કરવામાં આવેલ છે. આવું જાણતા રાજનભાઈ તરત જ મંદિરે પહોંચ્યા, ત્યાં સુધી બીજા બધા ભક્તો અને સ્થાનિક વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. મંદિરે પહોંચતા જ જોવા મળ્યું કે મંદિર ઉપર મોટા પ્રમાણમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોઠીયાનું મૂર્તિ, ગુંબજ, મંદિરનું ગર્ભગૃહ દરેક જગ્યાએ અશંખ્ય પથરા પડેલ હતા. મંદિરની દીવાલ ખંડિત પણ થઇ છે આ પથ્થરમારામાં. સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે મંદિરની મૂર્તિ અને શિવલિંગને પથરા મારીને ખંડિત કરવાનાં બદઈરાદા પૂર્વક સુનિયોજિત કાવતરું છે આ. મંદિરની નજીક લગાવેલ એક ધજા પણ તોડીને ગટરના પાણીમાં નાખી દેવામાં આવી હતી. આવું હિન્દુ ધર્મ વિરોધી ઝઘન્ય કૃત્ય જોઈને દરેક હિંદુઓ ની ધાર્મિક લાગણી ખુબ દુભાઈ છે.
આવા હિન્દુ મંદિર વિરુદ્ધ થયેલા કવતરાના વિરોધમાં મંદિરના પૂજારી અને જાગૃત હિંદુઓ દ્વારા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે. મંદિર ઉપર હુમલો હિંદુઓ દ્વારા જરાએ સાંખી લેવામાં નઈ આવે અને જો હુમલો કરનારા નરાધમો પકડમાં નઈ આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાગૃતિ અર્થે જ્વલિત કાર્યક્રમ અપાશે.
રિપોર્ટ-ભાવેશ સોની