ઈસરોએ આજે નાસા સાથે મળીને ઇતિહાસ રચતો “નિસાર મિશન” સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ મિશન અંતર્ગત નિસાર (NASA-ISRO Synthetic Aperture Radar) ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટરથી બુધવાર સાંજે 5:40 વાગ્યે GSLV-F16 રોકેટ મારફત અવકાશમાં મોકલવામાં આવ્યો. નિસાર એ પહેલું એવું ઉપગ્રહ મિશન છે જેને જી.એસ.એલ.વી. રૉકેટ દ્વારા સૂર્ય-સ્થિર ધ્રુવીય કક્ષા (Sun-Synchronous Orbit)માં સ્થાપિત કરવામાં આવ્યું છે. રૉકેટના ઉડાન બાદ માત્ર 19 મિનિટમાં ઉપગ્રહ 745 કિમી ઊંચાઈએ સ્થિર કક્ષામાં પ્રવેશી ગયો.
LIVE: We're launching an Earth-observing satellite with @ISRO to map surface changes in unprecedented detail. NISAR will help manage crops, monitor natural hazards, and track sea ice and glaciers.
Liftoff from India is scheduled for 8:10am ET (1210 UTC). https://t.co/M5cECyAAFg
— NASA (@NASA) July 30, 2025
નિસાર મિશન એ નાસા અને ઇસરો વચ્ચેના દાયકાઓથી ચાલતા સહયોગનું ફળ છે. નાસાએ ઉપગ્રહ માટે એલ-બેન્ડ રડાર સિસ્ટમ બનાવી છે જ્યારે ઈસરો દ્વારા એસ-બેન્ડ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. બંને સંયુક્ત રીતે કામ કરી રહેલી રડાર ટેક્નોલોજી દ્વારા પૃથ્વી પરથી મોટા પાયે અને ઉચ્ચ ગુણવત્તાવાળો ડેટા મેળવશે. નિસાર માટે સૂર્ય-સ્થિર કક્ષા એટલા માટે પસંદ કરવામાં આવી છે કે જેથી દરેક સ્કેન દરમિયાન અવકાશયાન દરેક વિસ્તારને સમાન પ્રકાશ હેઠળ જોવી શકે — જે વૈજ્ઞાનિક તુલનામાં અગત્યનું છે.
મિશનનું મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પરના નાનીથી નાની ભૌગોલિક અને પર્યાવરણીય બદલાવને શોધવાનું છે. ઉપગ્રહ દરેક 12 દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે અને દિવસ કે રાત્રિ, કોઈપણ હવામાન પરિસ્થિતિમાં, હાઈ-રિઝોલ્યુશન ડેટા ઉપલબ્ધ કરાવશે. આ ડેટાના આધારે વૈજ્ઞાનિકો વનવિસ્તારમાં થતા ફેરફારો, હિમનદીઓના પિગળવાને લગતી ગતિશીલતા, પર્વતોમાં થનારી ભૂગર્ભીય હલચલ અને જમીનના ધસકાવ જેવા ઘટનાઓનું સચોટ નિરીક્ષણ કરી શકશે.
LIVE: We're launching an Earth-observing satellite with @ISRO to map surface changes in unprecedented detail. NISAR will help manage crops, monitor natural hazards, and track sea ice and glaciers.
Liftoff from India is scheduled for 8:10am ET (1210 UTC). https://t.co/M5cECyAAFg
— NASA (@NASA) July 30, 2025
મહત્વપૂર્ણ વાત એ છે કે ઈસરો મોટી સંખ્યામાં આ ડેટાને પ્રોસેસ કરીને ઓપન-સોર્સ રૂપે વિશ્વભરના યુઝર્સ માટે ઉપલબ્ધ બનાવશે. આનો લાભ વૈજ્ઞાનિક સંસ્થાઓ, નીતિ નિર્માતાઓ, હવામાન અનુમાન સંસ્થાઓ તેમજ પર્યાવરણના અભ્યાસ માટે લેવાશે. નાસા અને ઈસરોનું નિસાર મિશન ગ્લોબલ સેટેલાઈટ મોનીટરિંગ માટેનો નવો માઇલસ્ટોન સાબિત થયો છે, જે તમામ દેશો માટે અવકાશમાં એક દેખરેખના પ્રબળ સાધનરૂપે કાર્ય કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel