ફ્લાવર શૉને મળેલી સફળતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હવે એસજી હાઈવે પર લોટ્સ પાર્ક બનાવવાની જોગવાઈ બજેટમાં સામેલ કરવામાં આવી છે.
ભેજ-તાપમાન નિયંત્રિત કરી ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરું પડાશે
કમળ આકારનો લેન્ડસ્કેપ ધરાવતા આ ગાર્ડનમાં કમળની દરેક પાંખડી પ્રત્યેક રાજ્યના ફૂલનું પ્રદર્શન કરશે. લોકો એક જ જગ્યાએ દેશભરના ફૂલ નિહાળી શકશે. આ ગાર્ડન માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કમળની પાંખડીઓમાં એલગ અલગ રાજ્યના ફૂલ ઉછેરવામાં આવશે. ગાર્ડનના સ્થળે ભેજ અને તાપમાનને ટેકનોલોજીથી નિયંત્રિત કરી પ્રત્યેક પ્રજાતિના ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત ફ્લોરલ મ્યુઝિયમમાં વિશ્વના વિવિધ દેશોમાં થતાં i ફૂલનું ફૂલનું પ્રદર્શન હશે. લોકો માટે ફૂલની ખરીદીની વ્યવસ્થા કરાશે તેમજ આયુર્વેદિક પેદાશોના વેચાણ માટે એકમો ઊભાં કરવામાં આવશે.