રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી (સોમવાર)ના રોજ થવાનો છે. આ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સમારોહ પહેલા અયોધ્યા નગરીને ભવ્ય રીતે સજાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમ માટે અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત હજારો લોકો સામેલ થશે.
સચિન તેંડુલકરને પણ આમંત્રણ મળ્યું
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પવિત્ર સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સચિન ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ આમંત્રણ મળ્યું છે.
Former Indian Cricketer Sachin Tendulkar receives an invitation to attend the 'Pran Pratishtha' ceremony of Ram Temple on January 22nd in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/W8bhR8lOMv
— ANI (@ANI) January 13, 2024
મહેમાનોને ખોદકામ વખતે નીકળેલી માટી ભેટમાં અપાશે
પવિત્ર વિધિમાં ભાગ લેનારા મહેમાનોને ફાઉન્ડેશનના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી માટી ભેટમાં અપાશે જેને હાલમાં ડબ્બામાં પેક કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શણની થેલીઓથી ભરેલા રામ મંદિરની 15 મીટરની તસવીર ભેટમાં આપવામાં આવશે. આ પવિત્ર સમારંભમાં 11,000થી વધુ મહેમાનો અને આમંત્રિતોને યાદગાર ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રામ જન્મભૂમિની માટી ઉપરાંત પ્રસાદ તરીકે 100 ગ્રામ મોતીચૂરના લાડુ પણ મહેમાનોને આપવામાં આવશે.
3,000 વીવીઆઈપી સહિત 7,000 લોકોને આમંત્રણ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ માટે 3,000 વીવીઆઈપી સહિત લગભગ 7,000 લોકોને આમંત્રણ મોકલ્યું છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પવિત્ર સમારોહમાં હાજરી આપશે.