ઇજિપ્તથી ગાઝા પટ્ટીમાં સહાયમાં માટે ટ્રકો પ્રવેશ્યા
રફાહ ક્રોસિંગ દ્વારા ઇજિપ્તથી ગાઝા પટ્ટીમાં લોકોની સહાય માટે ટ્રકો પ્રવેશવાનું શરૂ કર્યું છે. રફાહ બોર્ડર ક્રોસિંગ એ ગાઝાથી દક્ષિણની સૌથી બહાર નીકળતી પોસ્ટ છે. તેની સરહદ ઇજિપ્તના સિનાઇ દ્વીપકલ્પ સાથે છે. આ ક્રોસિંગ પર ઇજિપ્તનું નિયંત્રણ છે.
ગાઝાનું સૌથી દક્ષિણ બિંદુ ઇજિપ્ત સાથેની સરહદ ઘરાવે છે
ગાઝા પટ્ટી પૂર્વ અને ઉત્તરમાં ઇઝરાયેલની સરહદ ધરાવે છે. ગાઝા પટ્ટીની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર છે અને તે પણ ઈઝરાયેલ દ્વારા નિયંત્રિત છે. ગાઝાનું સૌથી દક્ષિણ બિંદુ ઇજિપ્ત સાથેની સરહદ ઘરાવે છે એટલે કે ઇઝરાયેલ સિવાય ઇજિપ્ત એકમાત્ર એવો દેશ છે જે ગાઝા પટ્ટી સાથે સરહદ વહેંચે છે અને અહીં જ રાફા બોર્ડર ક્રોસિંગ છે.
આ યુદ્ધને કારણે અત્યાર સુધીમાં બંને પક્ષોના 4,700 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝા પટ્ટીમાંથી કાર્યરત ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરની સવારે દક્ષિણ ઇઝરાયેલમાં અચાનક ઘાતક હુમલો કર્યો ત્યારે યુદ્ધ શરૂ થયું હતું અને જેના જવાબમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધની જાહેરાત કરી હતી. નેતન્યાહુએ પોતાના એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, હમાસના આતંકવાદીઓ જ્યાં પણ ઘૂસ્યા છે ત્યાં ઈઝરાયેલ પહોંચી જશે. તેમણે હમાસનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. છેલ્લી વખત ઈઝરાયેલે 2014માં ‘ઓપરેશન પ્રોટેક્ટીવ એજ’ હેઠળ ગાઝામાં પોતાની સેના મોકલી હતી. ભૂતકાળના અનુભવ છતાં, ગાઝાના ગીચ શહેરી વિસ્તારમાં હમાસ સામે ઈઝરાયેલને અનેક પડકારોનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ કે ગાઝામાં ગ્રાઉન્ડ એટેકમાં ઈઝરાયેલ માટે કઈ સમસ્યાઓ અને પડકારો ઉભા થશે.