ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા નકલી દૂતાવાસ ચલાવનાર એક મોટો ભાંડો ફોડાયો છે. આરોપી હર્ષવર્ધન જૈને કવિ નગર વિસ્તારમાં એક ભાડેના બંગલામાં ફર્જી દૂતાવાસ શરૂ કર્યો હતો અને પોતે પશ્ચિમ આર્કટિકા તેમજ અન્ય બોગસ માઇક્રોનેશન જેવી કે સબોર્ક, પૌલવિયા અને લંડનિયા જેવા અસ્તિત્વ વિહોણા દેશોના દૂત તરીકે ઓળખાવતો હતો. વિશ્વસનીયતા વધારવા માટે તેણે ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી લક્ઝરી કારો રાખી હતી અને વડાપ્રધાન સહિત રાષ્ટ્રપતિ સાથેના એડિટેડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
22 જુલાઈએ મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે STFએ દરોડા પાડી તેના ઘરમાંથી 12 નકલી ડિપ્લોમેટિક પાસપોર્ટ, વિદેશ મંત્રાલયના ફેક દસ્તાવેજો, ફર્જી પાન કાર્ડ, વિવિધ દેશોના રબર સ્ટેમ્પ અને બે નકલી પ્રેસ કાર્ડ સાથે ચાર વાહનો જપ્ત કર્યા છે.
#WATCH | Noida unit of UP STF busted an illegal embassy running in Ghaziabad and arrested Harsh Vardhan Jain, who was running an illegal West Arctic Embassy by taking a rented house in Kavinagar calling himself Consul/Ambassador of countries like West Arctica, Saborga, Poulvia,… pic.twitter.com/BX6vaTLESJ
— ANI (@ANI) July 23, 2025
આરોપી અનેક મોટી કંપનીઓ અને વ્યક્તિઓને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી રહ્યો હતો અને તેના પાછળ શેલ કંપનીઓ દ્વારા ચલાવાતા હવાલા રેકેટનો પણ સંબંધ હોવાની શંકા છે. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને ફિનાન્શિયલ એંગલ તેમજ અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.