દેશમાં રેલવે ટ્રાન્સપોર્ટને સૌથી સુરક્ષિત અને સુવિધાજનક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં આજે કરોડો લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે આજે સવારથી જ IRCTC સાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુકિંગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને રેલવે પાસે આ સમસ્યાના સમાધાનની માંગની પણ કરી છે. IRCTC દ્વારા આ અંગે લોકોને જવાબ પણ આપવામાં આવી રહ્યો છે.
Same thing happened with Ask Disha,payment was deducted and tic was not booked plz look into it I booked 3 times and ticket was not booked.
Kindly return my money back. pic.twitter.com/fZRaRbbojn
— Dr. Priya Sharma 🇮🇳 (@priyasharma0231) July 25, 2023
રેલ્વેએ તેના ચેટબોટ દિશાના ઉપયોગ માટે જણાવ્યું
રેલવેના જવાબ પરથી જાણવા મળ્યું છે કે ટેકનીકલ સમસ્યાના કારણે આ અસુવિધા સર્જાઈ છે. રેલવે લોકોને IRCTCના ચેટબોટ દિશાની મદદથી ટિકિટ બુક કરાવવાની અપીલ કરી રહી છે. પરંતુ જે લોકોએ આ કર્યું તેઓ પણ ચિંતિત છે અને તેમની સમસ્યાઓ સાથે સંબંધિત સ્ક્રીનશોટ શેર કરતી વખતે તેઓએ કહ્યું છે કે, આના દ્વારા પણ ટિકિટ બુક કરવામાં સમસ્યા છે. લોકોએ સ્ક્રીનશોટ દ્વારા દર્શાવ્યું છે કે, પૈસા કપાયા પછી પણ ટિકિટ બુક નથી થઈ રહી. કેટલાક લોકોએ ત્રણ વખત પેમેન્ટ કર્યું છે પરંતુ ટિકિટ બુક થઈ નથી. હવે આવા લોકો તેમના પૈસા પરત કરવાની માંગ કરી રહ્યા છે.
Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.
Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023