સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે.સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી છે. આ ભીષણ આગ ડાઇંગ મિલમાં લાગી છે. બંધ શેડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવો ફાયર બ્રિગેડના લાશ્કરો માટે પણ પડકારજનક સાબિત થઈ રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પરાગ ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગી છે. કામદારોને યુનિટમાં આજ્ઞા ધુમાડા નજરે પડતા તાત્કાલિક તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
સદનશીબે ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી પરંતુ મોટા નુકસાનનો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે.