કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે ઈમારતમાં ભીષણ આગ લાગી છે, જેમાં 10 ભારતીય સિત 43 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 30 ભારતીયો હોવાની પુષ્ટી થઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. આ બિલ્ડિંગમાં ભારત અને એશિયાના શ્રમિકો રહે છે. આગની ઘટમાં 43 લોકોના મોત અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
41 people have been killed in a massive fire at a building in Kuwait. The cause of the fire was not immediately known. #Kuwait #Fire #KuwaitFire pic.twitter.com/rs0XVpDyLb
— Vani Mehrotra (@vani_mehrotra) June 12, 2024
મૃતક 10 ભારતીયોમાંથી પાંચ કેરળના લોકો
મેજર જનરલ રશીદ હમદે કહ્યું કે, ‘ઘટના અંગે અધિકારીઓને આજે સવારે 6.00 કલાકે માહિતી મળી હતી. ત્યારબાદ રાહત અને બચાવનું કામ પુરજોશમાં શરૂ કરી દેવાયું છે. અમને મળેલી માહિતી મુજબ બિલ્ડિંગના એક ફ્લેટના કિચનથી આગની શરૂઆત થઈ હતી, ત્યારબાદ આખા ઈમારતમાં ફેલાઈ ગઈ. આ ફ્લેટમાં કેરળના રહેવાસી વ્યક્તિનો છે. આ બિલ્ડિંગમાં મોટાભાગના દક્ષિણ ભારતના લોકો જ હતા. ઘટનામાં 30 ભારતીયોના મોત થયા છે, જેમાં કેટલાક મૃતકો કેરળના છે.’
43 લોકોનો હોસ્પિટલમાં ખસેડાયા
કુવૈતના નાયબ વડાપ્રધાન ફહદ યૂસુફ અલ સબા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગના કારણોની તપાસ કરવા પોલીસને આદેશ આપી દીધો છે. એક વિરષ્ઠ પોલીસ કમાન્ડરે સ્ટેટ ટીવીને કહ્યું કે, જે બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં શ્રમિકોના ક્વાર્ટર બનાવાયેલા છે. ઘટના સમયે ઘણા શ્રમિકો બિલ્ડિંગમાં હતાં. બચાવ કર્મચારીઓએ ડઝનથી વધુ લોકોને બચાવી લીધા છે, જોકે ભિષણ આગના ધુમાડાના કારણે ઘણા લોકોના ગુંગળાઈને મોત થયા છે. કુવૈતના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આગમાં લગભગ 43 લોકોનો હોસ્પિટલમાં ખસેડાયા છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
ઘટનનાની જાણ થતાં કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં પહોંચી ગયા છે. આ ઉપરાંત દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 જારી કર્યો છે. બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોના અપડેટ માટે આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરવા વિનંતી કરાઈ છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે, અમે તમામ પ્રકારની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
In connection with the tragic fire-accident involving Indian workers today, Embassy has put in place an emergency helpline number: +965-65505246.
All concerned are requested to connect over this helpline for updates. Embassy remains committed to render all possible assistance. https://t.co/RiXrv2oceo
— India in Kuwait (@indembkwt) June 12, 2024
કંપનીના અને બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવા આદેશ
કુવૈત ટાઈમ્સના આહેવાલો મુજબ કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ-યુસેફ અલ-સબાહે મંગાફ બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવા પોલીસને આદેશ કર્યો છે. આ ઉપરાંત ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રમિકો માટેના જવાબદાર કંપનીના માલિક અને બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ અપાયો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું કે, ‘આજે જે કંઈ પણ થયું તે કંપની અને બિલ્ડિંગના માલિકોની લાલચનું પરિણામ છે.’ તેમણે આવી ઘટના ફરી ન બને તે માટે તમામ સુરક્ષા નિયમો પુરા કરવા આદેશ આપ્યા છે.
ભારતીય વિદેશમંત્રી જયશંકરે ટ્વિટ કર્યું
ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘કુવૈત શહેરમાં આગ લાગાવની માહિતી મળતા ઘણું દુઃખ થયું છે. આ ઘટનામાં 40થી વધુના મોત થયા છે અને 50થી વધુને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની અમને માહિતી મળી છે. અમારા કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ સંવેદના. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે લોકો ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. અમારું દૂતાવાસા તમામ પ્રકારની મદદ કરશે.’
https://twiiter.com/DrSJaishankar/status/1800819989831696753