click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક

ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક

ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઉંચી સુધી પહોંચી હતી. કાળા ધુમાડાથી વાતાવરણ દૂર દૂર સુઘી ભરાઇ ગયું હતું. ભીષણ આગમાં 500 પરિવાર બેઘર થઇ ગયા

Last updated: 2025/12/13 at 2:30 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

12 ડિસેમ્બર, 2025 ના રોજ, સાંજે 6;38 વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક 5, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં  વૂડનનો  વધુ ઉપયોગ થયો હોવાથી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Contents
20 થી વધુ ફાયર એન્જિનોએ આગ બુઝાવીગરીબ વસાહતોમાં આગની ઘટના પર કાબૂ મેળવવો એક પડકાર મનીલા વિસ્તારમાં આગની આ કોઇ પહેલી ઘટના નથી 

જ્વાળાઓ ઉંચી ઉંચી પહોંચી ગઇ હતી  અને કાળો ધુમાડો માઈલો સુધી દેખાતો હતો, જેના કારણે સાંજનું આકાશ પણ  કાળું ડિબાંગ થઈ ગયું હતું અને આ વિસ્તારની વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ હતી.  7:19 વાગ્યા સુધીમાં, આગ મોટા વિસ્તારમાં મોટાપાયે ફેલાઈ ચૂકી હતી.

20 થી વધુ ફાયર એન્જિનોએ આગ બુઝાવી

ફાયર વિભાગે 20 થી વધુ ફાયર ટ્રક અને આસપાસના વિસ્તારોમાંથી ટીમો તૈનાત કરી હતી. મધ્યરાત્રિ સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે. આગને કારણે આશરે 500 પરિવારો બેઘર થઈ ગયા હતા અને તેમના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ ઈજા કે મૃત્યુના અહેવાલ નથી.

मंडलुयोंग में आवासीय क्षेत्र में आग लगी

प्लेज़ेंट हिल्स, मंडलुयोंग में एक आवासीय क्षेत्र को भयंकर आग ने घेर लिया।

अधिकारियों का कहना है कि आग पाँचवीं अलार्म तक पहुँच गई है।#MandaluyongFire #PleasantHills #Sunog #FirePH #Philippines

[ Mandaluyong, Fire, PleasantHills, Sunog… pic.twitter.com/0leffrwcBn

— One India News (@oneindianewscom) December 13, 2025

ગરીબ વસાહતોમાં આગની ઘટના પર કાબૂ મેળવવો એક પડકાર 

મેટ્રો મનીલાના ગરીબ વિસ્તારોમાં આગ વારંવાર લાગે છે કારણ કે, ઘરો એકબીજાની ખૂબ નજીક છે. વિસ્તાર ખુબ જ ગીચ છે જેથી રેસ્ક્યુ ઓપરેશન અને આગ ઓલવવાનું કામ પણ કપરૂ બને છે આગ માટે અહીં  ખરાબ ઇલેક્ટ્રિકલ વાયરિંગ પણ જવાબદાર છે.  શેરીઓ સાંકડી છે, જેના કારણે ફાયર એન્જિનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ ઘટના ફરી એકવાર આગની સુરક્ષાની સમસ્યાને  ઉજાગર કરે છે.

મનીલા વિસ્તારમાં આગની આ કોઇ પહેલી ઘટના નથી 

અગાઉ, 6 ઓગસ્ટ, 2025 ના રોજ, ટોન્ડોના હેપ્પીલેન્ડ એરોમા વિસ્તારમાં મોટી આગ લાગી હતી, જેના કારણે સેંકડો પરિવારો પ્રભાવિત થયા હતા.

સપ્ટેમ્બર 2025 માં, ટોન્ડોમાં બે અલગ અલગ જગ્યાએ  આગ લાગી હતી: 13 સપ્ટેમ્બરના રોજ હેપ્પીલેન્ડમાં એક, જેમાં આશરે 1,100 પરિવારો પ્રભાવિત થયા હતા, અને બીજા દિવસે બીજી આગ લાગી હતી જેમાં અનેક ઘરો ખાક થઇ ગયા હતા.

નવેમ્બર 2024 માં, ટોન્ડોના ઇસ્લા પુટિંગ બાટો વિસ્તારમાં એક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આશરે 1,000 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા અને 8,000 થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા. આગ આઠ કલાક સુધી સળગી રહી હતી, અને હેલિકોપ્ટરથી પાણી રેડવામાં આવ્યું હતું.

માર્ચ 2024 માં, ટોન્ડોના હેપ્પીલેન્ડમાં આગ લાગી હતી, જેમાં ફાયરની ટીમ પર  હુમલો પણ થયો હતો.

ડિસેમ્બર 2023માં  હેપ્પીલેન્ડમાં આગ લાગવાથી 1,500થી વધુ લોકો બેઘર થયા હતા.

2017 માં, એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાથી 15,૦૦૦ લોકો બેઘર થયા હતા.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, @narendramodi, Breaking news, currentaffairs, currentnews, gujarati news, internationalnews, latest news, oneindianews, topnews, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ટોન્ડોના હેપ્પીલેન્ડ એરો, નુએવા ડી ફેબ્રેરો, ફાયર ટ્રક, ફિલિપાઇન્સ, બારંગે પ્લેઝન્ટ હિલ્સ, ભીષણ આગ, મંડલુયોંગ શહેર, મેટ્રો મનીલા, રાજધાની મનીલા, વિઝિબિલિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સરકાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ
Next Article સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?