ઉમરેઠમાં ગઝલ ટ્રાન્સપોર્ટ નામથી મહેબૂબ ભાઈ રેતીનો વ્યવસાય કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આજે સવારે તેઓ પોતાનાં દીકરા સાથે વ્યવસાયની જગ્યાએ બેઠા હતાં ત્યારે સેલાભાઈ ભરવાડ ત્યાં આવી ચડ્યા અને હિસાબી તકરાર કરીને ગાળો બોલવા લાગ્યા. ત્યાર બાદ સેલાભાઈએ મોબાઈલ કોલ કરીને લાગતા વળગતા બીજા લોકોને મહેબૂબ ભાઈને મારવા બોલાઈ લીધા. આવું જોતા મહેબૂબ ભાઇ ડરી ગયા અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કોલ કરીને પોલીસને આવવા કીધું. પોલીસ આવે ત્યાં સુધી બીજા શકશો સ્વીફ્ટ ગાડીમાં આવી પહોંચ્યા અને લાકડીઓ અને મારક હથિયારો લઈને મહેબૂબ ભાઈ અને તેમના દીકરા પર તૂટી પડ્યા. પોલીસ દ્વારા મહેબૂબ ભાઈને બચાવવામાં આવ્યા અને 108 એમ્બયુલેન્સની મદદથી સરકારી દવાખાનામાં લઇ જવાયા. મહેબૂબ ભાઈના એક હાથમા ફ્રેક્ચર થયું છે અને હાથના પંજામાં ધારદાર વસ્તુ વાગવાથી લોહીલુહાણ થઇ ગયા હતા. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં મહેબૂબ ભાઈએ સેલાભાઈ ભરવાડ અને સાથે આવેલ ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે.