ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ભારતમાં 699 રૂપિયાની માસિક સબ્સ્ક્રિપ્શન કિંમતે મોબાઇલ એપ્લિકેશન્સ માટે વેરિફાઇડ સેવા શરૂ કરી છે. કંપનીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી. બીજી બાજુ Metaએ આવતા મહિને વેબ પર 599 રૂપિયા પ્રતિ મહિનાની સબ્સ્ક્રિપ્શન કિંમતે વેરિફાઇડ સેવા શરૂ કરવાની યોજના પણ બનાવી છે. “મેટા વેરિફિકેશન સર્વિસ આજથી ભારતમાં Instagram અથવા Facebook પર સીધી ખરીદી માટે ઉપલબ્ધ છે.
કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે લોકો iOS અને Android પર રૂ. 699 માં માસિક સબ્સ્ક્રિપ્શન ખરીદી શકશે. આગામી મહિનાઓમાં, અમે દર મહિને રૂ. 599 માં વેબ ખરીદીનો વિકલ્પ પણ રજૂ કરીશું. વેરિફાઇડ એકાઉન્ટ સબ્સ્ક્રિપ્શન્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યૂઝર્સે તેમના એકાઉન્ટને સરકારી ઓળખપત્રની મદદથી વેરિફાઈ કરાવવાનું રહેશે. વેરિફાઇડ એકાઉન્ટને સુરક્ષાની સાથે એકાઉન્ટ રિલેટેડ હેલ્પ પણ કરવામાં આવશે.
મેટાએ જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં અમારા પ્રારંભિક પરીક્ષણના સારા પરિણામો જોયા પછી ભારતમાં મેટા વેરિફાઈડના અમારા પરીક્ષણને વિસ્તારી રહ્યા છીએ. અમે વેરિફાઈડ બેજનું પણ સન્માન કરવાનું ચાલુ રાખીશું, જે અગાઉ આપવામાં આવેલા વર્તમાન માપદંડો પર આધારિત છે. તેને પાત્ર બનવા માટે એકાઉન્ટ્સે ન્યૂનતમ પ્રવૃત્તિ આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે, જેમ કે અગાઉના પોસ્ટિંગ ઇતિહાસ અને અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ અરજદારોએ એક સરકારી ઓળખપત્ર સબમિટ કરવું પડશે. તે Facebook અથવા Instagram એકાઉન્ટના પ્રોફાઇલ નામ અને ફોટા સાથે મેળ ખાતું પણ હોવું જરૂરી છે.
અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter વેરિફાઈડ એકાઉન્ટ માટે માસિક સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાનું શરૂ કરનાર પ્રથમ કંપની હતી. વેરિફિકેશન સ્ટેટસ જાળવવા માટે કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વેબ પર રૂ. 650 અને મોબાઇલ ડિવાઇસ પર રૂ. 900ની માસિક ફી પર ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી હતી.