વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં એનડીએ સરકારની રચના થઈ છે અને મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે પણ નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. હવે સૌ કોઈની નજર નાણા મંત્રી દ્વારા જારી થનારા બજેટ પર છે. મોદી 3.0નું પ્રથમ સંપૂર્ણ બજેટ આ વખતે 1 જુલાઈએ રજૂ થવાની અપેક્ષા નથી, તે જુલાઈ 2024ના મધ્યમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.
આગામી સપ્તાહથી બજેટ પર કામ શરૂ થશે
નાણા મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જુલાઈના મધ્ય સુધીમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. આ માટે આગામી સપ્તાહથી મેરેથોન બેઠકોનો રાઉન્ડ શરૂ થશે. કેન્દ્ર સરકાર સંભવિત પોતાના ડેવલપમેન્ટ એજન્ડાને જારી રાખશે. તેમજ વધુ પડતાં ખર્ચની તકો શોધી શકે છે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય 17 જૂન સુધીમાં વિવિધ મંત્રાલયો અને સ્ટેક હોલ્ડર્સ સાથે પ્રી-બજેટ મીટિંગ શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકાર કદાચ તેના વિકાસના એજન્ડાને ચાલુ રાખશે અને વધારાના ખર્ચ માટે અન્ય તકો શોધી શકે છે.