વડાપ્રધાન મોદીની ભારોભાર પ્રશંસા કરતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, ”વડાપ્રધાન મોદીએ દેશમાંથી પરિવાર વાદ અને વોટ બેન્ક પોલિટિક્સ દૂર કર્યા છે. તેઓએ માત્ર સરકાર જ બદલી નથી પરંતુ રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી છે. સંસ્કાર પણ બદલી નાંખ્યા છે.
વડાપ્રધાને એવી સંસ્કૃતિ આપી છે કે જેમાં નાના કુટુમ્બમાં જન્મેલી વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે તેમ છે. પક્ષના વડા પદે આવી શકે તેમ છે, રાજ્યના મુખ્યમંત્રી બની શકે તેમ છે, કે પક્ષના પ્રદેશ પ્રમુખ પણ બની શકે તેમ છે. તેઓએ વંશવાદ ખતમ કરી દેશમાં વિકાસવાદની સ્થાપના કરી છે.
રાષ્ટ્રીય પાટનગરમાં ભાજપની નવી દિલ્હીમાં નવી પ્રદેશ સમિતિ ઓફીસનાં મકાન માટેનો પાયો ખોદતાં, તેઓએ કહ્યું હતું કે, દેશભરમાં આવેલી ભાજપ ઓફીસો પક્ષના કાર્યકર્તાઓ માટે તો ખરા અર્થમાં સંસ્કાર કેન્દ્રો બની રહી છે.