દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા G-20 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા. તેમણે ભારત-ઇટાલી સંબંધોમાં થઈ રહેલી મજબૂતી પર સંતોષ પણ વ્યક્ત કર્યો. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો. તાજેતરના રિયો ડી જાનેરો G20 માં તેમની ચર્ચાઓનો ઉલ્લેખ કરીને, તેઓએ 2025-29 માટે સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજનાને આગળ વધારવાનો સંકલ્પ કર્યો.
બંને નેતાઓએ યુક્રેન કટોકટી, આબોહવા પરિવર્તન અને વૈશ્વિક વેપાર જેવા મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા. આ બેઠક ભારત-ઇટાલી સંબંધોની મજબૂતાઈનું પ્રતીક છે. 2024માં G-7 અને G-20 બેઠકો પછી આ ત્રીજી મોટી સામ-સામે ચર્ચા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બહિષ્કાર બાદ યોજાઈ રહેલા આ પરિષદમાં મોદી-મેલોનીની સકારાત્મક છબીએ વૈશ્વિક પ્લેટફોર્મને નવી ઉર્જા આપી. આ કોન્ફરન્સ 23 નવેમ્બર સુધી ચાલશે, જ્યાં ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત રહેશે.
#WATCH | Johannesburg, South Africa | Prime Minister Narendra Modi interacts with Italian Prime Minister Giorgia Meloni during the G-20 Summit
(Source: DD News) pic.twitter.com/a4DvBgOLmD
— ANI (@ANI) November 22, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel