ખેડા નજીક આવેલા ખેડા કેમ્પમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં ધોરણ બાળવાટિકાથી લઈને 8 ધોરણ સુધી બાળકો અભ્યાસ કરવા આવે છે.શાળામાં હાલ કુલ 458 બાળકોને 14 શિક્ષકો કરાવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના સ્થાનિક મેહુલભાઈ વાઘેલા કે જેમની બે દીકરીઓ આજ શાળામાં અભ્યાસ કરે છે.તેઓ વધુ માહિતી આપતાં જણાવે છે કે હું મારી બંને દીકરીઓને શાળામાં મુકવા આવ્યો ત્યારે મારી નજર સામે બાળકો શાળાની સફાઈ કરતા જોવા મળ્યા હતા.જેથી કરીને તુરંતજ મોબાઈલમાં વિડિઓ ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. સફાઈ કરતા બાળકોને આ બાબતે પૂછતાં જણાવ્યું કે શિક્ષક દ્વારા સફા સફાઈ કરવાનું જ કહેવામાં આવે છે.આ બાબતે વિડીયો ઉતારનાર વાલી શાળાના શિક્ષકને આ બાબતે પૂછતાં મોબાઈલમાં વિડિઓ ચાલુ હોય કંઈ પણ બોલવા તૈયાર ન થતા તેઓ ત્યાંથી જતા રહે છે.
વધુમાં, મેહુલભાઈ એમ પણ જણાવે છે કે મારા ઘરે મારી મમ્મીને ફોન કરીને મારા વિશે કહે છે કે તમારો છોકરો અહીંયા શાળામાં આવીને ગમેતેમ બોલે છે.તો અમે તેની સામે પોલીસ કેસ કરીશું.અને મને બોલાવીને એમ કહે છે હવે શાળામાં વિડીયો ઉતાર તો હવે તારા પર ફરિયાદ કરવાની ધમકી આપે છે. આ બાબતે મેહુલભાઈએ મીડિયાનો સંપર્ક કર્યો.અને તેમને ઉતારેલ વિડિઓ બતાવ્યા આ બાબતે અમારા પ્રતિનિધિએ રૂબરૂ શાળાની મુલાકાત લીધી તો આશ્ચર્ય વચ્ચે નાના ભૂલકાઓ કચરો વાળતા જોવા મળ્યા હતા.આ બાબતે કચરો વાળનાર બાળકોને પૂછતાં તેઓએ પણ એવો જ જવાબ આપ્યો કે અમારા શિક્ષકે જ અમને આમ કરવા કીધુ હતું.
આ બાબતે શાળાના આચાર્યને આ બાબતે વાત કરવા અમારા પ્રતિનિધિ ગયા ત્યારે શાળાના પ્રિન્સિપાલ બીમાર હોવાથી તેઓ રજા પર હતા.અને ત્યાં હાજર ઇન્ચાર્જ શિક્ષકને આ બાબતની જાણ કરતા તેઓ પણ શિક્ષકોનો બચાવ કરતા જોવા મળ્યા હતા.અને તેમને જણાવ્યું કે કોઈ શિક્ષકે શાળામાં સફાઈ બાબતે કોઈ બાળકોને કીધું જ નથી.અમારી શાળામાં સફાઈ કામદાર રાખેલા જ છે.અને તે નિયમિત સાફ સફાઈ કરે જ છે.
આ બાબતે વાલી મેહુલભાઈ જણાવે છે.મેં જયારે વિડીયો ઉતાર્યો પછી આજે જ સફાઈ કામદાર જોવા મળ્યા છે તેવો તેમને આક્ષેપ કર્યો હતો. વધુમાં બાળકોને બેસવાની બેન્ચીસ પણ ઉભી કરીને ક્લાસમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે તેવો પણ વાલીનો આક્ષેપ છે. અને તે વિડિઓ પણ તેમને ઉતાર્યો હતો તેમ તેમને જણાવ્યું હતું.