અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની અંદર બીરાજમાન બર્ફાની બાબાના દર્શન કર્યા હતા.
શ્રદ્ધાળુઓની બીજી ટુકડી આજે રવાના થઈ
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખરાબ હવામાનને કારણે ત્રણ વાર સ્થગિત કરવામાં આવી હતી જો કે હવે ફરીથી યાત્રાને શરુ કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં જ 1.37 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથની યાત્રા કરી છે. આ સાથે જ સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ બાબાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત 6 હજારથી વધુ શ્રદ્ધાળુઓનો બીજી ટુકડી આજે સવારે જમ્મુના ભગવતી નગરથી ગુફા તરફ રવાના થઈ હતી.
યાત્રાળુઓ છેલ્લા 4 દિવસથી અટવાયા હતા
અમરનાથ યાત્રિકને બહાર કાઢવા તેમજ ફસાયેલા વાહનો બહાર કાઢવા માટે આજે ટ્રાફિકને ખોલવામાં આવ્યો હતો. છેલ્લા 4 દિવસથી જમ્મુ શ્રીનગર હાઈવે પર નાકાબંધીના કારણે યાત્રાળુઓ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. હવે યાત્રાળુઓને હિમાલયથી પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ પરથી ગુફા સુધી પહોંચી શકે છે. આ રુટ પર પહેલગામ બેઝ કેમ્પથી 43 કિમીનો ટ્રેક તેમજ ઉત્તર કાશ્મીર બાલતાલ બેઝ કેમ્પથી 13 કિમીનો ટ્રેક સામેલ છે. પહેલગામ માર્ગનો ઉપયોગ કરતા લોકો ગુફા મંદિર સુધી પહોંચવામાં 3-4 દિવસ સમય લાગે છે, જ્યારે બાલટાલ માર્ગનો ઉપયોગ કરતા લોકો તે જ દિવસે સમુદ્ર સપાટીથી 3 હજારથી વધુ મીટર ઉપર સ્થિત ગુફા મંદિરની મુલાકાત લીધા બાદ બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.