પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ સાથે 300થી વધુ દીકરીએ યજ્ઞોપવીત ધારણ કરી હતી. મહાત્મા ગાંધીની ભૂમિ પર નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાએ 86 વર્ષ પહેલાં દીકરીઓ માટે 90 એકર જમીનમાં ગુરુકુળની સ્થાપના કરી હતી, અહીં દીકરો-દીકરી એકસમાન-એ પાયાનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો. દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવીત ધારણ કરેલી આ દીકરીઓ દીકરાની માફક જ જનોઈ બદલી યજ્ઞોપવીત સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે. અહીં અભ્યાસ કરતી નાની-મોટી સૌ દીકરીઓ આ પરંપરા નિભાવે છે.