ભારતીય સૈનિકોની બહાદુરીથી સમગ્ર વિશ્વ વાકેફ છે. ભારતીય જવાનો દેશ, દેશના લોકો, તેમના પરિજનો તેમજ તેમના સાથીઓની રક્ષા માટે પોતાના જીવને પણ દાવ પર લગાવી દેતા હોય છે તેમજ આપણે ઘણીવાર ભારતીય સૈનિકોની બહાદુરીના કિસ્સાઓ પણ સાંભળતા હોય છે. આવો જ એક કિસ્સો છે શહીદ કેપ્ટન અંશુમન સિંઘનો, જેમણે પોતાના સાથી સૈનિકોના જીવ બચાવવા માટે પોતે વિરગતી પ્રાપ્ત કરી હતી. હવે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા તેમને સન્માન આપવા માટે કીર્તિ ચક્ર એનાયત કરાયો છે. કેપ્ટન અંશુમન વતી તેમની પત્ની સૃષ્ટીસિંઘે આ સન્માન હાંસલ કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર સૌ કોઇ ભાવુક થઇ ગયા હતા.
Indian Army chief General Upendra Dwivedi & President AWWA Sunita Dwivedi interacted with the Gallantry Awardees, Veer Naris & Families honoured during the Defence Investiture Ceremony-2024 (Phase-1) at NewDelhi. Gen Upendra Dwivedi appreciated the stellar contribution made by… pic.twitter.com/5DT0UA4bGC
— ANI (@ANI) July 6, 2024
સાથીઓના જીવ બચાવતાં થયા હતા શહીદ
હકિકતમાં, સિયાચિન ગ્લેશિયરમાં 19 જુલાઇ 2023ના રોજ રાત્રે લગભગ 3.30 વાગ્યે ભારતીય સૈન્યના બારૂદ રાખેલા બંકરમાં આગ લાગી ગઇ હતી. જેના લીધે ઘણા ટેન્ટ પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન ભારતીય સૈનિકો આગમાં ઘેરાઇ ગયા હતા. તે સમયે ત્યાં કેપ્ટન અંશુમન પણ તૈનાત હતા. આવા કપરા સમયે તેમણે બહાદુરી બતાવી તેમના સાથીઓનો જીવ બચાવ્યો હતો. તે સમયે તેઓ આગથી ઘેરાયેલા બંકરમાં ઘૂસી ગયા હતા અને પોતાના ચાર સાથીઓને સુરક્ષીત બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ પોતે ગંભીર રીતે દાઝ્યા હતા, આ દરમિયાન તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરી સારવાર માટે ચંડીગઢ લઇ જવામાં આવ્યા હતા જ્યાં કેપ્ટન અંશુમન સિંઘે વિરગતી પ્રાપ્ત કરી હતી.
Cpt #AnshumanSingh was awarded #KirtiChakra (posthumous). It was an emotional moment for his wife & Veer Nari Smt Smriti who accepted the award from #President Smt #DroupadiMurmu. Smt Smriti shares the story of her husband's commitment & dedication towards the nation. Listen in! pic.twitter.com/SNZTwSDZ1Z
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) July 6, 2024
કોણ હતા કેપ્ટન અંશુમન સિંઘ
કેપ્ટન અંશુમન સિંઘ ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી હતા.
શહીદ થયાના પાંચ માસ પહેલા જ તેમના લગ્ન થયા હતા.
કેપ્ટન અંશુમન સિંઘની પત્ની સ્મૃતિ સિંઘ પોતે ઇન્જિનિયર છે અને નોઇડાની એમએનસીમાં કામ કરે છે.
તેમના પિતા રવિ પ્રતાપ સિંઘ પણ ભારતીય સેનામાં જેસીઓ રહી ચુક્યા છે.