બોટાદથી પાળીયાદ રોડ પર તરઘરા ગામે મોગલ માતાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. મોગલ માતાજીના મંદિરે બોટાદ, તરઘરા, સહિત દુરદુરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તરઘરા ગામના દક્ષાબાને કાપડામા માતાજી આવેલા હતા એટલે દક્ષાબાને માતાજી પ્રત્યે અતુટ શ્રધ્ધા હતી અને વર્ષોથી માતાજીની સેવા પૂજા કરતા હતા. સમય જતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવતા થયા ત્યારે દક્ષાબાએ એક મોટું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને શ્રદ્ધાળુઓને વાત કરી.
મોગલ ધામ – લાખો ભક્તોનું શ્રદ્ધા કેન્દ્ર
તરઘરા, બોટાદ ખાતે આવેલ મોગલ માતાજીનું ભવ્ય ધામ આજે લાખો ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતિક બની ગયું છે.
🔹 આસ્થા અને ભક્તિનું પાવન સ્થાન: દરરોજ દૂર-દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને મોગલ માતાની કૃપા પ્રાપ્ત કરે છે.
🔹 વિશાળ મંદિર: દક્ષાબાના સંકલ્પથી બનેલું આ મંદિર ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું મૂર્તિમંત પ્રતિક છે.
🔹 ભક્તિમય વાતાવરણ: અહીં વિશેષ તહેવારો અને પૂજાઓમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને માતાજીની આરાધનામાં લીન થાય છે.
ભક્તો તાવાની માનતા લેતા હોય છે
સુરત,અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સહિતના શહેરોમાંથી ભક્તો પોતાની માનતાઓ કરવા મોગલધામ આવે છે. તો રવિવારે અને મંગળવારે બોટાદ તેમજ આસપાસના ગામોના લોકો વહેલી સવારથી દર્શન કરવા પગપાળા મંદિરે આવે છે. અહિં ભક્તો તાવાની માનતા લેતા હોય છે અને માતાજી તેમના કામો પૂર્ણ કરે એટલે માતાજીને તાવાની પ્રસાદી કરે છે. ઘણા ભાવિકભક્તો પૂનમ ભરવાની બાધા રાખે છે અને તેમને માતાજીના આશીર્વાદ મળે એટલે દર પુનમે પૂનમ ભરવા આવે છે.
મોગલ ધામ – શ્રદ્ધા અને ચમત્કારનું કેન્દ્ર
તરઘરા, બોટાદ ખાતે મોગલ માતાજીનું પાવન ધામ આજે હજારો ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પવિત્ર સ્થળ બની ગયું છે.
નિસંતાન દંપતિઓ માટે આશાનો કિરણ – અનેક દંપતિઓએ માતાજીની કૃપાથી સંતાનસુખ મેળવ્યું છે અને તેઓ પરિવાર સાથે દર્શન કરવા આવે છે.
શ્રદ્ધા અને સેવા – દક્ષાબા મહંત તરીકે બિરાજમાન છે અને મંદિરમાં ગૌશાળા તેમજ સેવાકાર્યો ચલાવે છે.
ભવ્ય ઉત્સવો – નવરાત્રી, સાતમ-આઠમ અને પાટોત્સવ સહિત દરેક તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે.
ભક્તોની સુવિધા – મંદિરે રહેવા, જમવા અને ચા-નાસ્તાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેથી ભક્તો આરામથી માતાજીની આરાધના કરી શકે.
મંદિરે માતાજીના ભક્તો દ્વારા ૨૪ ફુટ લાંબી લોખંડની તલવાર બનાવી ભેટ આપવામાં આવી છે જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. મોંગલધામ અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર છે.