જૈન સમાજમાં હિંસાનું સ્થાન નથી. જૈન સાઘુ ત્યાગ અને તપસ્યાની મુર્તી છે. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજના લોકોમાં ભારે રોષ છે. – સુનિલભાઇ સિંધી
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એક અખબારી યાદીમાં જણાવે છે કે, કર્ણાટકના બેલગાવ જિલ્લામાં દિગંબર જૈનચાર્ય કામકુમારનંદી મહારાજ સાહેબની કરપીણ હત્યાના સમાચારથી જૈન સમાજમાં રોષની લાગણી વર્તાઇ છે. ગત તારીખ 06 જૂલાઇના રોજ ચિક્કોડી પોલીસ સ્ટેશન ખાતે જૈન સાધુ ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ દુખદ ઘટના અંગે અમદાવાદના એલિસબ્રીજના ધારાસભ્ય અમિતભાઇ શાહ સાહેબ તેમજ ભારત સરકારના રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલસિંધીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર આરોપીઓને તાત્કાલીક ઝડપી કડક સજા અપાવે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે કોંગ્રેસ સરકાર બાહેંધરી આપે તે માટે પ્રતિક્રિયા આપી હતી.
આ દુખદ ઘટના અંગે એલિસબ્રીજના ધારાસભ્ય અમિતભાઇ શાહે જણાવ્યું કે, કર્ણાટકમાં જૈનમુનીની નિર્મમ હત્યા કરી તેમના શરીરના ટુકડા કરી બોરવેલમાં નાખવાની ક્રુર ઘટનાની નિંદા કરુ છું. અંહીસા પ્રેમી અને જીવદયાને વરેલો જૈન સમાજ આ ઘટનાથી ખૂબજ દુખી છે. કર્ણાટકની સરકાર આરોપીઓને ઝડપી કડક સજા આપે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે બાંહેધરી આપે નહીતર દેશભરના જૈન સમાજના લોકો કર્ણાટક સરકાર સામે આંદોલન કરશે.
આ ઘટના સુનિલભાઇ સિંધીજીએ જણાવ્યું કે, પ.પૂ.આચાર્યશ્રી કામકુમારનંદીજીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જૈન સમાજમાં હિંસાનું સ્થાન નથી. જૈન સાઘુ ત્યાગ અને તપસ્યાની મુર્તી છે. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજના લોકોમાં ભારે રોષ છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં આજે સાધુઓ સુરક્ષીત નથી તો સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષીત હશે તે એક સવાલ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઘટનાની ઉંડાણ પુર્વક તપાસ કરવામાં આવે અને કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઘટના અંગે જવાબ આપે અને આરોપીઓને કડક સજા અપાવે.
રિપોર્ટ-શૈશવ રાવ રાજપીપળા