અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પરિણામે સોશિયલ મીડિયા પર તેમની કટાક્ષ અને મજાક થઈ રહી છે. નવારોએ એક્સ (X) પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભારત પર આરોપ લગાવ્યો કે તે રશિયન તેલ ખરીદી દ્વારા “નફાખોરી” કરી રહ્યું છે. પરંતુ એક્સની કોમ્યુનિટી નોટ્સ સિસ્ટમ તરત જ તેમના આ દાવાને ખોટો સાબિત કર્યો અને સ્પષ્ટ કર્યું કે નવારાના આક્ષેપો તથ્યવિહિન અને “બેડવા ધોરણો” પર આધારિત છે. આ પછી નવારો વધુ ગુસ્સે થઈને લખ્યું કે, “વાહ! ઈલોન મસ્ક લોકોની પોસ્ટમાં પ્રોપગેન્ડા ફેલાવે છે…”
આ સમગ્ર મામલે ઈલોન મસ્કે સીધો નવારોનું નામ લીધા વિના પોતાનું પ્લેટફોર્મ બચાવ્યું અને ફેક્ટ-ચેકિંગ સિસ્ટમની પારદર્શિતા પર ભાર મૂક્યો. મસ્કે કહ્યું કે, “આ પ્લેટફોર્મ પર લોકો જ નેરેટિવ નક્કી કરે છે. દરેક પક્ષની દલીલ સાંભળવા મળે છે, પરંતુ કોમ્યુનિટી નોટ્સ દરેકને સુધારે છે અને કોઈ અપવાદ નથી રાખતી. આ નોટ્સ, ડેટા અને કોડ સંપૂર્ણપણે જાહેર સ્ત્રોત છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.” મસ્કે આ સાથે ગ્રોક (Grok) ટૂલનું ઉલ્લેખ કર્યો, જે વધુ ઊંડાણપૂર્વક ફેક્ટ-ચેકિંગ પૂરુ પાડે છે. મસ્કે એક યુઝરના તે મંતવ્યને પણ સમર્થન આપ્યું, જેમાં એક્સને “સત્યનું પ્લેટફોર્મ” ગણાવાયું હતું.
On this platform, the people decide the narrative.
You hear all sides of an argument.
Community Notes corrects everyone, no exceptions. Notes data & code is public source.
Grok provides further fact-checking.
— Elon Musk (@elonmusk) September 7, 2025
મસ્કની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર યુઝરોએ નવારોની ટીકા શરૂ કરી અને તેમની મજાક ઉડાવી. ઘણા લોકોએ લખ્યું કે, ભારત અંગે ખોટા દાવાઓ ફેલાવીને નવારો પોતાનો વિશ્વસનીયતાનો નુકસાન કરી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે પીટર નવારો ભારત અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તે અગાઉ તેમણે ભારતને “ટેરિફનો મહારાજા” ગણાવ્યું હતું, અને સાથે જ “બ્રાહ્મણો” અંગે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હાલના બનાવમાં, ઈલોન મસ્કના પ્રતિભાવ પછી નવારો વધુ એક વાર એક્સના યુઝરોના નિશાન પર આવી ગયા છે અને ચર્ચાનો કેન્દ્ર બની ગયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel