મધ્યપ્રદેશના રતલામમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલી ઘટના એ સંવેદનશીલ સામાજિક અને ધાર્મિક માહોલમાં તંગદિલી પેદા કરતી ઘટનાઓમાંની એક બની છે. 6 જુલાઈના રોજ મોહરમનું જુલૂસ શહેરના મસ્જિદ ચોક વિસ્તારમાંથી પસાર થતું હતું, ત્યારે એક વાયર પર લટકાવાયેલું “હિંદુ રાષ્ટ્ર” લખેલું બેનર ટોળા દ્વારા સળગાવવામાં આવ્યું. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં સ્પષ્ટપણે બેનર અડધું બળતું જોવા મળે છે.
વિડીયો સામે આવતા જ સ્થાનિક હિંદુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો. સંગઠનોના નેતાઓએ આ કૃત્યને ઈરાદાપૂર્વક કરવામાં આવેલું અને હિંદુ સમુદાયના ભાવનાઓને ભડકાવવાનું ષડયંત્ર હોવાનું આરોપ મૂક્યો. હિંદુ સંગઠનોએ તાત્કાલિક વિરોધ દાખવતાં 7 જુલાઈના રોજ સમગ્ર બજાર બંધનું આહ્વાન કર્યું અને મસ્જિદ ચોક વિસ્તારમાં એકત્રિત થઈ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું.
रतलाम में मोहर्रम जुलूस पर हिंदुओं के मोहल्ले में जाकर हिंदुओं को भड़काने के लिए मुस्लिम लोगों ने भगवा झंडा हिंदू राष्ट्र लिखा झंडा और ॐ के निशान का झंडा जलाया
अब सोचिए अगर हिंदू भी पलट कर जवाब देते तो क्या होता pic.twitter.com/n9c4rGbED5
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) July 7, 2025
હિંદુ સમુદાયના લોકોએ માગણી કરી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ ગુના દાખલ થવો જોઈએ, જેથી આવનાર સમયમાં આવા કૃત્યો પર રોક લાગે. લોકોનો ગુસ્સો એટલો ઉગ્ર હતો કે પોલીસએ તાત્કાલિક ભારે પોલીસબળ તૈનાત કરી સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કર્યું.
રતલામના એએસપી રાકેશ ખાખાએ કહ્યું કે સમગ્ર વિડીયો અને ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસને મળેલા પુરાવા અને વિડિયોના આધારે ચાર શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, મોહરમ જુલૂસના આયોજક સામે પણ જવાબદારી નક્કી કરીને કાયદેસર પગલાં લેવામાં આવશે.
આ ઘટનાથી શહેરમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે, જોકે પોલીસ અને સ્થાનિક પ્રશાસન સતત સંવાદ સાધી સંવેદનશીલતા જળવાઈ રહે તે માટે પ્રયાસશીલ છે. રતલામમાં શાંતિ અને ધાર્મિક સુમેળ જળવાઈ રહે તે માટે બંને સમુદાયોના નેતાઓને ચર્ચામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ રાજકીય અને સામાજિક રીતે પણ ઉગ્ર પ્રતિક્રિયા ઉભી કરી રહ્યો છે, જ્યાં સોશિયલ મીડિયામાં બંને દિશાઓમાંથી ટિપ્પણીઓ અને ચર્ચાઓ જોવા મળી રહી છે.