Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા.
સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મલીન્દો જમાડવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી પર્વે દાદાને રાષ્ટ્રધ્વજ દાદાના કપડા ઉપર લગાવવામાં આવ્યો તથા દાદાના ગર્ભગૃહને રાષ્ટ્રધ્વજના કલરના અલગ અલગ વસ્તુથી શણગાર કરવામાં આવ્યા. આ મંદિર 141 વર્ષ જુનું મંદિર છે. દર શનિવારે અલગ અલગ પ્રકારના દાદાને શણગાર કરવામાં આવે છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.