Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

ખેડા ટાઉન પોલીસે 72 કલાકમાં 1 કરોડની લૂંટનું પગેરું ઉકેલી નાખી આરોપીઓને પકડી પાડયા

ખેડા ટાઉન પોલીસે 72 કલાકમાં 1 કરોડની લૂંટનું પગેરું ઉકેલી નાખી આરોપીઓને પકડી પાડયા

ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર કરાયેલ 1 કરોડની લૂંટના કેસમાં ખેડા પોલીસે 72 કલાકમાં મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, આ સાથે લૂંટમાં ગયેલા 1 કરોડ પૈકી 68.03 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 20 જાન્યુઆરીની સાંજે બેટડીલાટના બ્રીજ પાસે બનેલી ઘટનામાં ઈકો કારમાં આવેલ લૂંટારુઓએ રિક્ષામાંથી 1 કરોડ રૂપિયાનો થેલો લૂંટી લીધો હતો, જે બાદ રિક્ષા ચાલક હસમુખ ડાભીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ધોળકા-રઢુ હાઈવે પરથી ત્રણ આરોપીઓને મુજીબહુસેન મલેક (22), ઇલ્યાસભાઇ મન્સુરી (40) અને રાહીદમીયા સૈયદ (35) નાઓની અટકાયત કરવામાં આવી છે.

આ ગુના બાબતે જિલ્લા પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી જે છે તે રિક્ષાચાલક છે અને તેના મિત્ર મેહુલના નાણાં લેવા નડિયાદ આવ્યા હતા. આ મેહુલના મિત્ર રાહીદ કે જે ધોળકાના છે, તેમના નામનું એક્સિસ બેન્કમાં એકાઉન્ટ હતું. જ્યાંથી રૂપિયા એક કરોડ લઈને આ રિક્ષા ચાલક અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે ખેડા ટાઉન પોલીસની હદમાં આવેલા હાઇવે પર એક ઇકો કારે આંતરી ઊભી રહી હતી. ઇકો કારમાંથી ઉતરેલા શખસોએ રિક્ષાચાલક સાથે ગાળાગાળી કરી મારામારી કરી આ રોકડ રૂપિયા લઈને શખસો પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનાની ગંભીરતા લઈને આઠ જેટલી ટીમો કાર્યરત કરી હતી. આ ટીપ્સ આપનાર રાહીદ સૈયદ છે, તેને ઝડપી લેવાયો છે. તેણે મેહુલ જે વ્યાપાર કરે છે, તેનું એકાઉન્ટ ખોલાવેલું હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે. હાલ આ ટિપ્સ આપનાર રાહિદની કડક પુછપરછ હાથ ધરવામાં આવી છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.