Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

પોલીસ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.બી.દેસાઇ તથા પો.સ.ઇ. એસ.જી.પટેલ નાઓની સુચના હેઠળ ગત તા.૧૪-૧૦-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓ સાથે સ્ટાફના લોકો નડીયાદ શહેરમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા સારૂ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન ફરતા ફરતા નડીયાદ બીલોદરા ચોકડીથી મરીડા તરફ જતા ભારત પેટ્રોલીયમ પાસે આવતા પો.સ.ઈ. એસ.બી.દેસાઈ તથા અ.પો.કો. નીલેશકુમાર નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ઇસમ સફેદ કલરની હુન્ડાઇ કંપનીની વર્ના ગાડી લઇ બીલોદરા ચોકડી તરફથી થોડીવારમાં મરીડા તરફ આવનાર છે જેમાં બેસેલ ઇસમે શરીરે આછા ગુલાબી કલરની ટી-શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે. જે ગાડીની આગળ પાછળ આર.ટી.ઓ રજી.નંબર પ્લેટ લગાડેલ નથી. જે વર્ના ગાડી ચોરી અગર છળકપટથી મેળવેલ છે.

જે બાતમી હકિકત આધારે સદર ઇસમ તથા વર્ના ગાડીની વોચ તપાસમા બીલોદરા ચોકડીથી મરીડા તરફ જતા રસ્તા ઉપર ભારત પેટ્રોલીયમ પંપથી થોડે આગલ જી.એમ.શાહ ટ્રાન્સ્પોર્ટ કંપનીની સામે ખોડીયાર ગરનાળા ખાતે આવી છુટા છવાયા ઉભા હતા દરમ્યાન થોડીવારમા ઉપરોકત બાતમી હકીકત મુજબના વર્ણનવાળી હુન્ડાઇ કંપનીની વર્ના ગાડી બીલોદરા ચોકડી તરફથી આવતા સદર ગાડીને બેટરીના અજવાળે ઇશારો કરી કોર્ડન કરી ઉભી રખાવી જોતા સદર વર્ના ગાડીમાં એક ઇસમ બેસેલ હોય અને સદર વર્ના ગાડીના આગળ અને પાછળ આર.ટી.ઓ રજી.નંબર પ્લેટ લગાડેલ ન હોય. જેથી વર્ના ગાડીના ચાલકને નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ – લોરેન્સકુમાર શંકરભાઈ કટારા હાલ રહે. ઘર નં-૬,પરાગ સોસાયટી, પવન ચક્કી રોડ, નડીયાદ તા.નડીયાદ જી.ખેડા મુળ રહે-શરકી લીમડી તા.ભીલોડા જી.અરવલ્લીનો હોવાનુ જણાવેલ સદરહું વર્ના ગાડી ના ચાલકને સદરહું વાહનના માલીકીના પુરાવા તથા આર.ટી.ઓ રજી. નંબર બાબતે પુછપરછ કરતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરતો હોય અને ગાડી વાહનના માલીકીના પુરાવા તેમજ આર.ટી.ઓ રજી નંબર બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી સદર વાહનનો એન્જીન નંબર જોતા કિ.રૂા.૩,૦૦,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબ્જે લેવામા આવેલ. જેથી સદરહું ઇસમની પુછપરછ કરતાં સદરહું વર્ના કાર આજ થી આશરે પંદર દિવસ પહેલા નડિયાદ મિશન રોડ મેથોડીસ્ટ ચર્ચ સામેથી ચોરી કરેલાનો એકરાર કરતા હોય. જેથી સદરહું ઇસમની કબ્જા ભોગવટાની વર્ના કાર કિં.રૂ ૩,૦૦,૦૦૦/- ની મળી આવેલ જે કારને બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદરહું ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧) ઇ મુજબ પકડી અટક કરેલ છે.

સદરી ઇસમની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન આ સદર કાર બાબતે તપાસ કરતા નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થયેલ હોય. જે વણશોધાયેલ ગુનો એલ.સી.બી. ખેડા-નડીયાદ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.