Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ઝડપાયો

મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.

જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.બી.દેસાઇ તથા પો.સ.ઇ. એસ.જી.પટેલ નાઓની સુચના હેઠળ ગત તા.૧૭-૧૦-૨૦૨૪ એલ.સી.બી સ્ટાફ નાઓ ઠાસરા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઠાસરા બસ સ્ટેન્ડ પાસે આવતા અ.હેઙકો.જયદિપસિંહ તથા પો.કો.શૈલેષકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મહુધા પો.સ્ટે પાર્ટ એ ૧૧૨૦૪૦૩૯૨૩૦૦૭૩/૨૩ ઇ.પી.કો. કલમ-૩૦૬ મુજબના ગુનાનો નાસતો-ફરતો આરોપી દશરથભાઇ ઠાકોરભાઇ પરમાર (ભોજાણી) રહે.રોડાપરા તાબે-ખલાડી તા.મહુધા જી.ખેડા નાઓને ગુલાબપુરા તાબે-પીપલવાડા ગામની સ્કુલ નજીક રોડ ઉપરથી ઉક્ત ગુનાના કામે INSS ૩૫(૧) જે મુજબ અટક કરી ઠાસરા પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.