ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર રહેઠાણ અને કાર્યાલયમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, દરબાર હોલનું નામ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રહેશે.
Durbar Hall, Ashok Hall in Rashtrapati Bhavan renamed Ganatantra Mandap, Ashok Mandap
Read @ANI Story | https://t.co/UnYzkDyE1U#RashtrapatiBhavan #GanatantraMandap #AshokMandap pic.twitter.com/6JDHzdSk60
— ANI Digital (@ani_digital) July 25, 2024
બે જગ્યાના નામ કેમ બદલાયાં?
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દરબાર’, જે ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને એસેમ્બલીઓનો ઉલ્લેખ કરે છે, ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની સુસંગતતા ગુમાવી દીધી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત હવે પ્રજાસત્તાક છે. આવી સ્થિતિમાં દરબાર જેવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દરબાર હોલ પુરસ્કારો આપવાના કામમાં લેવાય છે જ્યારે અશોક હોલનો ઉપયોગ બોલરૂમ તરીકે કરવામાં આવ્યો છે. અશોક એટલે કોઈપણ પ્રકારના દુ:ખથી મુક્ત થવું. આવી સ્થિતિમાં અશોક નામ યથાવત રહેશે, પરંતુ હવે તેમાં હોલને બદલે મંડપ શબ્દ ઉમેરવામાં આવશે.
https://twitter.com/ANI/status/1816393753617154193