નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં આવી હતી.
ખાસ વાત એ રહી કે JRD માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવાન ગોવિદભાઈ વસાવાનું નામ અચાનક પ્રમુખ પદ માટે જાહેર થતાં તાલુકા પંચાયતના સભ્યો તેમજ કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. સામાન્ય પરિવારમાંથી આગળ વધેલા અને જમીન સાથે જોડાયેલા યુવાનને તાલુકાના પ્રથમ નાગરિક તરીકે તક મળતા કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
વરણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોએ તાલુકાના વિકાસ, જનસેવા અને સરકારની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રમુખ તરીકે વરાયેલા ગોવિદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “પાર્ટી અને આગેવાનો દ્વારા મારા પર મૂકવામાં આવેલ વિશ્વાસને હું વિકાસકાર્યો અને જનસેવા દ્વારા સાર્થક કરવાનો પ્રયાસ કરીશ.”
નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન આપવામાં આવ્યા હતા અને ખુશીના માહોલ વચ્ચે ઉજવણી પણ કરવામાં આવી હતી.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel