રાજપીપળા : શ્રી કમલમ્ નર્મદા, રાજપીપળા ખાતે “અવિરત ૧૨ વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તરની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવા, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા તેમજ વિકાસયાત્રાને વધુ ગતિ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યશાળામાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશે વિકાસ, સુશાસન અને જનસેવાના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ગરીબ, વંચિત, ખેડૂત, યુવા, મહિલા અને આદિવાસી સમાજના કલ્યાણ માટે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો અને વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના સંકલ્પને વધુ સશક્ત બનાવી સંગઠનની શક્તિ ગામડાં સુધી પહોંચાડવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યશાળામાં નર્મદા જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, ભાજપ જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા મોરચા પ્રમુખો, મહામંત્રીઓ તેમજ વિવિધ અભિયાનના ઈન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel