પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. તેઓ આજે એવા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે જેમને વિશ્વના 26થી વધુ દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે. હાલમાં જ ઘાના અને બ્રાઝિલ જેવા મહત્ત્વના દેશોએ મોદીને તેમના દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. ઘાના સરકાર દ્વારા તેમને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે તેમના વૈશ્વિક નેતૃત્વ, રાજનૈતિક દ્રષ્ટિકોણ અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવા માટેના યોગદાનના માનરૂપે આપવામાં આવ્યો છે. તે જ રીતે, બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પ્રધાનમંત્રી મોદીને ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા છે, જે બ્રાઝિલનો સૌથી ઊંચો નાગરિક સન્માન છે અને માત્ર વિદેશી રાષ્ટ્રપ્રમુખોને જ આપવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે નરેન્દ્ર મોદીને માત્ર પશ્ચિમી દેશો જ નહીં, પણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ ખૂબ ઊંડા માન સાથે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી નવાજ્યા છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ અમીરાત (UAE), બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન અને કુવૈત જેવા દેશોએ મોદીની ભૂમિકા અને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને માન્યતા આપીને આ સન્માનો આપ્યા છે. આ પુરસ્કારો મોદી સરકારની ‘Neighborhood First’ અને ‘Act East’ નીતિઓથી લઈને ‘Global South’ નેતૃત્વ સુધીના વિશાળ કૂણાંઓને પ્રતિબિંબિત કરે છે.
વિશ્વભરમાં આ દરજ્જાના સન્માનો પ્રાપ્ત કરનારા મોદી 2016થી સતત દર વર્ષે ઓછામાં ઓછા એક દેશથી આવા પુરસ્કારો મેળવી રહ્યા છે. આ સિદ્ધિ એ સાબિત કરે છે કે નરેન્દ્ર મોદી માત્ર ભારતના નહીં પરંતુ વૈશ્વિક સ્તરના નેતા તરીકે પણ સ્વીકારાયેલા છે. પોતાને ‘પ્રધાન સેવક’ ગણાવતા મોદી દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ અને વિકાસના સપનાઓને માત્ર ભારતની અંદર નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચો પર પણ અવાજ આપીને વિશ્વ સાથે ભારતના પ્રતિનિધિ તરીકે ઉભા રહ્યા છે. આ સન્માનો માત્ર વ્યક્તિગત નહીં પરંતુ ભારતની વધતી રહી પ્રતિષ્ઠા અને વિશ્વવ્યાપી ભૂમિકા માટેનો પણ ગૌરવરૂપ સંકેત છે.
આ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું
દેશ |
સર્વોચ્ચ નાગરિક સન્માન |
| સાયપ્રસ | ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ |
| સંયુક્ત આરબ અમીરાત | ઓર્ડર ઓફ ઝાયેદ |
| સાઉદી અરબ | ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ અલ સાઉદ |
| રશિયા | ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ |
| મોરિશિયસ | ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન |
| ઇજિપ્ત | ઓર્ડર ઓફ ધ નાઇલ |
| માલદીવ્સ | ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન |
| ભૂટાન | ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો |
| બ્રાઝિલ | ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ |
| બહુરીન | કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રિનેસાં |
| પેલેસ્ટાઇન | ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન |
| ફિજી | કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી |
| પાપુઆન્યુ ગિની | ઓર્ડર ઓફ લોગોહુ |
| પલાઉ | અબાકલ એવોર્ડ |
| નામિબિયા | ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિત્શિયા મિરાબિલિસ |
| નાઇજીરિયા | ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફેડરલ રિપબ્લિક |
| ટ્રિનિદાદ અને ટોબેગો | ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો |
| તિમોર-લેસ્તે | ગ્રાન્ડ ઓર્ડર ઓફ તિમોર-લેસ્તે |
| ડોમિનિકા | ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર |
| ઘાના | ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના |
| ગ્રીસ | ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર |
| ગુય | ઓર્ડર ઓફ ધ ફ્રીડમ |
| કુવૈત | ઓર્ડર મુબારક અલ-કબીર |
| યુએસએ | લીજન ઓફ મેરિટ |
| અફઘાનિસ્તાન | સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન |