ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યભરની મેડિકલ સ્ટોર દ્વારા પ્રતિબંધિત દવાઓ ના ગેરકાયદેસર વેચાણ થતું હોવાથી તેને ઝડપી પાડવા સરકારના આદેશ મુજબ પોલીસ શહેરમાં આવેલા મેડીકલ સ્ટોર ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેડીકલ સ્ટોરની દુકાનો પર દવાઓની આડશમાં પ્રતિબંધ નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાથી બુધવારે બનાસકાંઠાના SOG ટીમ તેમજ થરાદ પોલીસ સાથે રહી શહેરમાં આવેલી મેડીકલ દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.
જેમા હાઇવે પર આવેલી મહેશ્વરી સોસાયટીના એક બંધ રહેણાંક મકાન ખાતે પ્રતિબંધિત નશાકારક દવાઓનો સ્ટોક હોવાની બાતમી મળતાં પોલીસ મહેશ્વરી સોસાયટીમાં આવેલા એક બંધ પડેલ રહેણાંક મકાનમાં તપાસ કરતાં પ્રતિબંધિત નશાકારક ALPRAZOLAM નો જથ્થો મળી આવ્યો હતો.
થરાદ ખાતે પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા NDPS લગતી રેઇડનું આયોજન કરી થરાદ પોલીસ તેમજ SOG ટીમે આશરે 2,43,000- ની કિંમત ધરાવતી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત ALPRAZOLAM ટેબ્લેટ નંગ 1,00,800- (એક લાખ આંઠસો નંગ) જેટલો જથ્થા સાથે રામભાઈ વેદવ્યાસ મહેશ્વરી તેમજ દિલીપભાઈ મેઘરાજભાઈ ખત્રી બને ઇસમોને ઝડપી પાડી NDPS એક્ટનો ઇંટરમીડીયેટ ક્વોન્ટીટીનો ગૂન્હો નોંધી કયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર – ભરપુરી ગોસ્વામી (બનાસકાંઠા)