ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ISROનું GSLV-F16 રોકેટ નિસાર ઉપગ્રહ સાથે ઉડાન ભરી જશે અને તેને સૂર્ય-સમકાલિક ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ મિશન માટે 27 કલાક 30 મિનિટની ઉલટી ગણતરી મંગળવાર બપોરે 2:10 વાગ્યે શરૂ થઈ હતી. ISROએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તમામ તૈયારી પૂર્ણ છે અને રોકેટ લૉન્ચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
जीएसएलवी-एफ16/निसार | जीएसएलवी-एफ16 और निसार के लिए लॉन्च का दिन आ गया है।
जीएसएलवी-एफ16 लॉन्च पैड पर तैयार है। निसार तैयार है।
आज 17:40 बजे IST पर श्रीहरिकोटा, आंध्र प्रदेश से उड़ान।#NISAR #GSLVF16 #ISRO #NASA @isro
[ GSLV-F16, NISAR, launch, Sriharikota, Andhra Pradesh,… pic.twitter.com/iWbvhfRE3v
— One India News (@oneindianewscom) July 30, 2025
GSLV-F16 ભારતના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) સિરીઝનું 18મું મિશન છે અને પ્રથમ વખત તે સૂર્ય-સમકાલિક ધ્રુવીય કક્ષામાં સેટેલાઇટ સ્થાપિત કરશે. આ સાથે સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી થતું આ 102મું મિશન હશે. નિસાર દ્વારા હવે સુધીના ISROના પૃથ્વી નિરીક્ષણ મિશનો કરતા એક ડગલું આગળ વધશે, કારણ કે પહેલા જેવા રિસોર્સસેટ અને રીસેટ ઉપગ્રહો મુખ્યત્વે ભારત અને તેની આસપાસના વિસ્તારો માટે ડેટા એકત્ર કરતા હતાં, નિસાર આખી પૃથ્વીને આવરી લેશે.
GSLV-F16/NISAR
Today’s the day!
Launch Day has arrived for GSLV-F16 & NISAR. GSLV-F16 is standing tall on the pad. NISAR is ready. Liftoff today.
🗓️ July 30, 2025
Live from: 17:10 Hours IST
Liftoff at : 17:40 Hours IST
Livestreaming Link: https://t.co/flWew2LhgQ
For more… pic.twitter.com/bIjVJTZyMv
— ISRO (@isro) July 30, 2025
2392 કિલોગ્રામ વજન ધરાવતું નિસાર સેટેલાઇટ દર 12 દિવસે સમગ્ર પૃથ્વીની ભૂમિ તથા બર્ફીલી સપાટીનું સ્કેન કરશે. તેની ખાસિયત એ છે કે તે 1 સેન્ટીમીટર જેટલી નાની ગતિશીલતા અને બદલાવને પણ ઝડપથી ઓળખી શકે છે. નિસારમાં બે અદ્યતન રડાર સિસ્ટમ – નાસા તરફથી વિકસિત L-Band રડાર અને ISRO તરફથી વિકસિત S-Band રડાર – જોડવામાં આવ્યા છે. આ બે તંત્રોની સાથે નિસાર સેટેલાઇટને વિશ્વનો સૌથી અદ્યતન રડાર સેટેલાઇટ બનાવે છે.
Built across continents in phases, NISAR is a result of global teamwork and tech. NISAR came together through years of integration and testing.
2 Nations, 1 Mission.
NISAR’s build journey is a story of teamwork.
Milestone of Firsts
✅ First dual-band radar satellite
✅ First… pic.twitter.com/ykQwPjN7lP
— ISRO (@isro) July 25, 2025
આ સેટેલાઇટ પ્રાકૃતિક આપત્તિઓના પૂર્વઅનુમાન અને સમયસર રિયલ-ટાઈમ મોનિટરિંગ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. નિસાર ભૂકંપ, ભૂસ્ખલન, જ્વાળામુખી, ત્સુનામી તથા પૂરના સંકેતો અને અસરકારકતા માપી શકશે. વૈજ્ઞાનિકોને પૃથ્વી પર થતા ધીમી ગતિના બદલાવ અને વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ માહિતી મળતી રહેશે, જેને ખેતી, જળસંગ્રહ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વાયુમંડલના અભ્યાસ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
આ પહેલા વાર છે જ્યારે ISRO અને NASAએ સહયોગથી આવું વિશાળ પ્રમાણનું સેટેલાઇટ બનાવ્યું છે અને તેના સફળ લૉન્ચિંગથી ભારત વૈજ્ઞાનિક ભવિષ્યની દિશામાં વધુ એક મોટી છલાંગ ભરે તેમ છે. નિસાર સંયુક્ત મિશન માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વાતાવરણ, ભૂગર્ભ અને માહીતી વિજ્ઞાનના ક્ષેત્રે નવી દિશાઓ ખુલશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel