ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે “ઓપરેશન શિવશક્તિ” અંતર્ગત બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ બંને આતંકી સરહદ પારથી ઘૂસણખોરી કરી ભારતની જમીન પર પ્રવેશ કરવા પ્રયત્નશીલ હતાં. ભારતીય સેનાની સતર્કતા અને દ્રઢતાથી તેમને યોગ્ય સમયે નાબૂદ કરવામાં આવ્યા. ઘટનાસ્થળેથી ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે આતંકી ષડયંત્રને વધુ સ્પષ્ટ બનાવે છે.
ઓપરેશન શિવશક્તિ અંગે માહિતી આપતાં વ્હાઈટ નાઈટ કોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના ગુપ્તચર તંત્ર દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બુધવારે સવારે શરૂ થયેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વિસ્તારમાં સઘન કૂંબિંગ ચાલી રહ્યું છે. સેના મુજબ, આ ઓપરેશન સમગ્ર રીતે યુદ્ધ સ્તરે યોજના પ્રમાણે અમલમાં મૂકાયું હતું અને આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યા.
#WhiteKnightCorps#OPERATION SHIVSHAKTI
In a successful anti-infiltration operation, alert troops of the #IndianArmy eliminated two terrorists attempting to infiltrate across the Line of Control. Swift action and accurate firepower thwarted the nefarious designs. Three weapons…
— White Knight Corps (@Whiteknight_IA) July 30, 2025
આ પહેલા પણ, સોમવારે જ ભારતીય સેનાએ “ઓપરેશન મહાદેવ” અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ઘાતક આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ ત્રણેય આતંકી પહલગામ વિસ્તારમાં થયેલા હુમલામાં સામેલ હતાં. ઠાર કરાયેલાં આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો A-ગ્રેડ કમાન્ડર સુલેમાન, તથા અન્ય બે આતંકવાદી અફઘાન અને જિબ્રાનનો સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર, સુલેમાન અગાઉ પહલગામ અને ગગનગીર વિસ્તારમાં થયેલા આતંકી હુમલાઓનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ ગઈકાલે લોકસભામાં આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે 22 એપ્રિલે પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર રાજ્યમાં વિશાળ સ્તરે શોધખોળ અને સફાય અભિયાન શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ઓપરેશનો ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા “ઓપરેશન સિંદૂર” પછીની કડીઓ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ત્રણેય સેના પાંખોએ મિલિતરી સપોર્ટ સાથે પાકિસ્તાનમાં સ્થિત લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોના કુલ નવ ઠેકાણા નષ્ટ કર્યા હતા. આ ઓપરેશનમાં લગભગ 100થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભિયાન એ દર્શાવે છે કે ભારત આતંકવાદ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ઢિલાઈ રાખવા તૈયાર નથી અને આતંકવાદીઓના દરેક પગલાને સશસ્ત્ર જવાબ આપવાનું નક્કી કરી ચૂક્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel