અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મસ્જિદમાં આવેલા એક યુવકે 8 વર્ષના બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી નૌમાન શેખની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું છે.
અહેવાલો મુજબ, નૌમાન શેખ નમાજ અદા કરવા માટે મસ્જિદમાં આવ્યો હતો. ત્યાં હાજર બાળકોમાંથી તેણે એક 8 વર્ષના બાળકને વાતોમાં ફસાવીને મસ્જિદની છત પર લઈ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેણે બાળક સાથે અપ્રાકૃતિક કૃત્ય કર્યું. બાદમાં બંને નીચે આવ્યા અને બાળક ઘરે પહોંચ્યા બાદ પરિવારને સમગ્ર ઘટના વિશે જાણ કરી.
પરિવારે તરત જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મસ્જિદમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મહત્વના પુરાવા તરીકે સામે આવ્યા છે, જેમાં આરોપી બાળકને ઉપર લઈ જતા અને પછી નીચે આવતા દેખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી નૌમાન શેખને કસ્ટડીમાં લીધો છે. બાળકની તબીબી તપાસ કરાવવામાં આવી રહી છે અને તેના આધારે આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસે જણાવ્યું છે કે કેસને ગંભીરતાથી લઈ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે જેથી પીડિતને ન્યાય મળી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel