તીર્થસ્થાન ધનાબાપા જગ્યા ધોળામાં ચૈત્ર નવરાત્રી નવચંડી યજ્ઞ યોજાઈ ગયો. મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહંત બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આસ્થાભેર આયોજન થઈ ગયું.
ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થસ્થાન ધનાબાપા જગ્યા ધોળામાં શીતળા માતાજી અને કાળ ભૈરવજી મૂર્તિ પ્રતિષ્ઠા સાથે ધામેલિયા પરિવાર દ્વારા ચૈત્ર નવરાત્રી પર્વે નવચંડી યજ્ઞ યોજાઈ ગયો.
મહંત બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આ આસ્થાભેર યોજાયેલ ધર્મ પ્રસંગે યજમાન અને ભાવિક પરિવારે પ્રસાદ સાથે દર્શન લાભ લીધો.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)