રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી વધતાની સાથે જ વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયા છે. આ કાળઝાળ ગરમીથી નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં સોમવારે પારો 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યો હતો. છેલ્લા 25 વર્ષમાં એટલે કે, 2001થી માર્ચ મહિનાની શરૂઆતમાં સૌથી વધુ તાપમાન સોમવારના રોજ નોંધવા પામ્યું હતું.
માર્ચ મહિનાની 1 થી 15 તારીખની વચ્ચે સોમવારે 40.1 ડિગ્રી તાપમાન નોંધાતાની સાથે જ છેલ્લા 25 વર્ષનો આ 15 દિવસની અંદર તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. જો માર્ચની શરૂઆતથી જ ચામડી દઝાડે તેવી ગરમી વર્તાઈ રહી છે તો આવનાર એપ્રિલ તથા મે મહિનામાં શુ હાલ થશે તે વિચારવા જેવી બાબત છે.