સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે રવિવારના રોજ ગોળીગઢ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોળીગઢ બાપુના દર્શન કરવા બધા ગ્રહણ કરવા અને ઉતારવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવસારીથી વાંસકુઈ જવા નીકળી ગયા હતા. દર વર્ષે હોળી પહેલા રવિવારે યોજાતા મેળામાં નવસારીથી પણ મોટી સંખ્યામાં લોકો જતા હોય નવસારી ડેપોએ વિશેષ આયોજન કર્યું હતું. જેનું ફળ નવસારી ડેપોને પ્રાપ્ત થયું છે.
રવિવારે નવસારી ડેપો દ્વારા સવારથી રાત સુધી કુલ 252 આવવા જવા માટે ટ્રીપ દોડાવી હતી. જેનો લાભ આશરે 15000 લોકોએ લીધો હતો. આ સાથે જ નવસારી ડેપોને એક જ દિવસમાં 5.40 લાખની આવક થઈ છે. જે ખૂબ સારી વાત કહી શકાય.